વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાલાસિનોર તાલુકાના વડદલા ગામે આવી પહોંચી - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાલાસિનોર તાલુકાના વડદલા ગામે આવી પહોંચી


*

આજે બાલાસિનોર તાલુકાના વડદલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવી પહોંચ્યો હતો જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમ જ આપવા પાત્ર તમામ નાગરિકોને ઘરે બેઠા લાભ પહોંચાડવાનો છે જેમાં રથને આવકારવા બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, યાત્રાના ઇન્ચાર્જ અજમેલ સિંહ પરમાર મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કાંતિભાઈ ચૌહાણ, ઉપ-પ્રમુખ રામાભાઇ સોલંકી, મહીસાગર જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રતિનિધ પુરુષોત્તમભાઈ ઠાકોર, મહિસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કાળુસિંહ સોલંકી, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રંગીતસિંહ સોલંકી, યુવા મોરચાના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમાર, ભાજપના અગ્રણી ઉદેસિંહ ચૌહાણ, ચંદ્રસિંહ પરમાર, વી કે પરમાર, જયાબેન, વડદલાના પૂર્વ સરપંચ ના પ્રતિનિધિ અનિલભાઈ ઠાકોર, ભાજપના વરિષ્ઠ આગેવાનો, તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના ઉદ્દેશ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.