સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી* - At This Time

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત “હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા” સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણીની વિધિ સંપૂર્ણ વિધિ વિધાન અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ કરી*


◼️ થાનગઢ: નવા વર્ષની પ્રત્યેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. રામમંદિરના ગર્ભગૃહ માં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી સહિત પાંચ લોકો હાજર રહેનાર છે. સદર શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત "હર હિન્દુ ઘર નિમંત્રણ હર ગાંવ અયોધ્યા" સૂત્ર સાથે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષતકુંભની પધરામણી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં કરવામાં આવી હતી. આજે શુક્રવારે સુપ્રભાત સમયે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના આંગણે ભવ્ય સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું દરેક દીદીના માર્ગદર્શનથી પુજીત અક્ષતકુંભની સાથે વેશભૂષામાં શ્રીરામ (હિતેન નંદાણી) સીતાજી (ખુશી ગોસ્વામી)એ વેશભૂષામાં સજજ થયા હતા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરના બહેનો રંગીન વસ્ત્રોમાં સજ્જ થઈને સામૈયાને શણગારીને શણગારેલી પૂજાની થાળીના સુશોભનથી અબીલ, ગુલાલ કંકુ, ચોખાથી વધાવીને પુજિત અક્ષતકુંભની ભવ્ય પધરામણી કરવામાં આવી હતી. પુજીત અક્ષતકુંભની સાથે આવેલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ શ્રી બકુલસિંહ રાણા, સંઘ તાલુકા કાર્યવાહ શ્રી અનિલભાઈ ભોરણીયા, ગૌપ્રેમ સીતારામ ગૌશાળાના કાર્યકર્તા શ્રી સુરેશભાઈ જાદવ, ધાર્મિક સંગઠનના પ્રણેતા શ્રી રાહુલભાઈ મિયાત્રા, થાન શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી પ્રતિપાલસિંહ ઝાલાના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રેસ રિપોર્ટિંગ કાર્ય માટે વિશેષ ઉપસ્થિતિ શ્રી જયેશભાઈ મોરીની ઉપલબ્ધ થઈ હતી. પુજિત અક્ષતકુંભ કાર્યક્રમનું સંચાલન પ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી તેમજ વ્યવસ્થા સંચાલન કાર્ય, આભારવિધિ સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરુજી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવારે સફળતાની જહેમત ઉપાડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.