ભીમનાથ ગામે એક્સપ્રેસ બસનો સ્ટોપ આપવા છતાં એસટી ઉભી રાખતા નથી - At This Time

ભીમનાથ ગામે એક્સપ્રેસ બસનો સ્ટોપ આપવા છતાં એસટી ઉભી રાખતા નથી


એસટી તંત્રને અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન થતા હાલાકી

બરવાળા તાલુકામાં ધંધુકા બરવાળા હાઇવે ઉપર ભીમનાથ ગામ આવેલ છે આ ગામે લીલકા નદીના કિનારે પાંડવ કાલીન ભીમનાથ મંદિર આવેલું છે તેના લીધે દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે આ દર્શનાર્થીઓને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તે માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભીમનાથ ગામે હાઇવે ઉપર એક્સપ્રેસ, ગુર્જન નગરી સેમી એક્સપ્રેસ સ્ટોપ આપવા એસટી તંત્ર વાહન વ્યવહાર મંત્રી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના પગલે માર્ગ પરિવહન દ્વારા ભીમનાથ ગામે એક્સપ્રેસ ગુર્જર નગરી એક્સપ્રેસ અને લોકલ આ તમામ એસટી બસોને ભીમનાથ ગામે સ્ટોપ આપવા વારંવાર પરિપત્ર જાહેર કરી તમામ એસટી ડેપોને સૂચના આપવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી ભીમનાથ ગામે એક્સપ્રેસ બસના ડ્રાઈવરો દ્વારા બસ ઊભી રાખવામાં આવતી નથી તેના લીધે મંદિરે આવતા દર્શનાર્થીઓ હેરાન થતા હોય છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.