રાણપુર તાલુકાના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો માટે તા.૨૦ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ બુબાવાવ ગામે “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાશે
તા.૧૭ :- રાજ્ય સરકારશ્રીના “સેવાસેતુ” કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગોની યોજનાઓને લગત વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર તાલુકાના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો માટે તા.૨૦ મી ઓગસ્ટ, ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી બરવાળાના નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બુબાવાવ ગામની પ્રાથમિક શાળા ખાતે “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાશે.
આ “સેવાસેતુ” ના કાર્યક્રમમાં બુબાવાવ, અલઉ, કુંડલી, અણીયાળી કાઠી, પાણવી અને નાગનેશ ગામના નાગરિકો વિવિધ યોજનાકીય અને સેવાકીય રજૂઆત માટે ભાગ લઇ શકશે. ઉપરોક્ત ગામના લોકોને વધુમા વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી, બોટાદ તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મામલતદારશ્રી રાણપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.