નારી તું નારાયણી નારીસશક્તિકરણ અને જાગૃતિ માટેનો વિશેષ કાર્યક્રમ
નારી તું નારાયણી નારીસશક્તિકરણ અને જાગૃતિ માટેનો વિશેષ કાર્યક્રમ
કેબિનેટ/પાલકમંત્રીશ્રી મંગલપ્રભાત લોઢાજીની સંકલ્પના અને ભાજપા વોર્ડ 215 મહિલા મોરચા ના લીલાબેન રાઠોડ કવિતાબેન મારું જાગૃતીબેન મહિડા ના ઘરે ઘરમાં બહેનોને મળીને આ કાર્યક્રમનો સફળ રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો જેના કારણે તારીખ 25 નવેમ્બરના દિવસે તારદેવ ગાર્ડનમાં લગભગ 250 થી 300 ની વિશાળ સંખ્યામાં બહેનો અને કુમારીકાઓ આવી હતી આમાં આપણા વિસ્તારના પણ મોટી સંખ્યામાં કુમારીકાઓ અને બહેનો પધારી હતી આ વિશેષ મહિલાઓના સશક્તિકરણ કાર્યક્રમમાં પહેલા તો
મહિલા અને કુમારીઓને પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું તે પ્રશિક્ષિત કરાટે અને સેલ્ફ ડિફેન્સ ના લાડ સર પાસેથી શિખાડવામાં આવ્યું એના પછી
લવ જેહાદ ની ઉપર લગભગ એક કલાકનું ખૂબ જ મહત્વનું સચોટ અને ખાસ કરીને કુમારીકાઓ માટે જરૂરી એવું વ્યાખ્યાન આપવામાં આવ્યું એના પછી
કેબિનેટ મંત્રી શ્રી મંગલ પ્રભાત લોઢાજીના તરફે આપણા વિસ્તારના વિવિધ નારી શક્તિઓનું સત્કાર સન્માન કરવામાં આવ્યું જેમાં વિશેષ કરીને આપણા તુલસીવાડીમાં રહેતા
વૈશાલીબેન પ્રવીણભાઈ રાઠોડ કે જે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સિનિયર એડિટર તરીકે કાર્ય કરે છે એમનું સતકાર કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં આપણા મેઘવાળ સમાજના આંતરરાષ્ટ્રીય પાશર્વગાયિકા એવા દક્ષાબેન વેગડા પણ વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા
લગભગ વિશાળ સંખ્યામાં કુમારીકા અને બહેનોએ આ વિશેષ સ્ત્રી શક્તિ કાર્યક્રમનો લાભ લીધો અને આ કાર્યક્રમ માટે સફળ રીતે ઘરે ઘરે જઈને પરિશ્રમ કરીને બહેનોને તારદેવ ગાર્ડન સુધી લાવીને આ કાર્યક્રમને સફળ કરવા બદલ
લીલાબેન રાઠોડ કવિતાબેન મારું જાગૃતીબેન મહિડા અને ભાજપા 215 ના દરેક પરિશ્રમી કાર્યકર્તાઓનું અંતરથી આભાર
આપનો વિનમ્ર સંજય વેગડા વોર્ડ અધ્યક્ષ 215
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.