રાજકોટ શહેરમાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા અંગે આદેશ ફરમાવતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા
રાજકોટ શહેરમાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા અંગે આદેશ ફરમાવતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા
રાજકોટ તા. ૦૨ જુલાઈ - રાજકોટ શહેરમાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાએ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તમામ બેંકો, તમામ એ.ટી.એમ.સેન્ટરો, સોના-ચાંદી તથા કિંમતી ડાયમંડના ઝવેરાત વેચનાર દુકાનો, શોરૂમ, તથા શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થીયેટર, શોપીંગ સેન્ટર, કોમર્શીયલ સેન્ટર, કોમર્શિયલ સેન્ટરો, હોટલ, કોફીશોપ, કાફે, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, આંગડિયા પેઢીના વ્યવસાયિકો તથા શોપીંગ મોલ, હોટેલ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્થળોના પ્રવેશદ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે.
પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લે તેટલી સંખ્યામાં ગેઈટવાઈઝ સારી ગુણવત્તાવાળા વધુ રેન્જના માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા તથા બિલ્ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવાના રહેશે. આ સી.સી.ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે, તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. પોલીસ દ્વારા જ્યારે જયારે સી.સી.ટી.વી. ફૂટેજ માંગવામાં આવે ત્યારે ત્યારે કોઈપણ પ્રકારના વિલંબ વગર સી.સી.ટી.વી. ફૂટેજ આપવાના રહેશે.
મોલ પાર્કિંગમાં વાહન, પેસેન્જર, સામાન ચેકિંગ તેમજ મોલમાં આવનાર લોકો અને તેમના સામાનની પ્રવેશદ્વારે ચકાસણીની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી મોલ માલિકની રહેશે. મોલ માલિકોએ પ્રતિબંધિત સામાન, સ્ફોટક પદાર્થો ન આવે તે કાળજી રાખવા તથા તે માટે સ્નિફર ડોગની વ્યવસ્થા રાખવા જણાવેલ છે. સી.સી.ટી.વી. કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ આદેશો તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કરનાર શિક્ષાને પાત્ર થશે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.