લાઠી તાલુકામાં વિશ્વ ડેંગ્યૂ દિવસ ની ઉજવણી
લાઠી તાલુકામાં વિશ્વ ડેંગ્યૂ દિવસ ની ઉજવણી
લાઠી તાલુકામાં વિશ્વ ડેંગ્યૂ દિવસ ની ઉજવણી
આજ રોજ તા. ૧૬ મે ના રોજ લાઠી તાલુકા માં વિશ્વ ડેંગ્યૂ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અલગ અલગ ટીમ દ્વારા તાલુકા ના તમામ ગામોમાં જાહેર અને ઘર વપરાશ માં આવતા પાણી ભરવાના તમામ પાત્રો ની ચકાસણી કરી, એબેટ સોલ્યુશન નાખી પોરાનાશક કામગીરી કરવા આમાં આવી હતી. ડેંગ્યૂ ના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઈંડા મૂકે છે. ડેન્ગ્યુ ના મચ્છર દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુ રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો. ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો. નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો. જેવી માહિતી બેનરો દ્વારા આપવામાં આવી હતી તેમજ માઈક પ્રચાર દ્વારા આરોગ્ય શિક્ષણ ની કામગીરી કરવામાં આવેલ. સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા, બાલમુકુંદ જાવિયા ના માર્ગદર્શન નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના મેડિકલ ઓફિસરો, સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશાબહેનો દ્વારા કામગીરી કરવામાં આવેલ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.