બકરીના બચ્ચા પર ઇક્કો ગાડી ચડાવી કચડી નાંખવા મામલે દેવીપૂજકના બે જૂથ વચ્ચે મારામારી - At This Time

બકરીના બચ્ચા પર ઇક્કો ગાડી ચડાવી કચડી નાંખવા મામલે દેવીપૂજકના બે જૂથ વચ્ચે મારામારી


રાજકોટના શેઠનગરમાં બે માસ પેહલાં બકરીના બચ્ચા પર ઇક્કો ગાડી ચડાવી કચડી નાંખવા મામલે દેવીપૂજકના બે જૂથ વચ્ચે થયેલ મારામારીમાં ચાર લોકો ઘવાયા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે જામનગરના ધૂંવાવ ગામે રહેતાં લખુભાઈ અજુભાઈ સાડમીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બે માસ પેહલાં આજથી બે મહીના પહેલા તેમના પરિવાર સાથે જોડિયાના મોરાણા ગામે રહેતાં સગાને ત્યાં ગયાં હતાં. ત્યારે ત્યાં તેઓના સગા રાજુભાઈના બીજા સગા નિર્મળભાઈ તથા તેનો પરીવાર આવેલ હોય અને તે દિવસે ફરિયાદીના પુત્રથી વિક્ર્મથી ઈકો ગાડી ચલાવતી વખતે વળાંકમાં રાજુભાઈની બકરીનું બચ્ચુ ઈકો ગાડીના ટાયરમાં આવી જતા બકરીનું બચ્ચું મરી ગયેલ જે બાબતે રાજુભાઈ તથા તેના સગા નિર્મળએ વિક્રમ સાથે બોલાચાલી કરી ફડાકા મારેલ હતાં.
બાદમાં ગઈકાલે સાંજના આશરે ચારેક વાગ્યે હું તથા મારા સગા શૈલેષભાઈ વાજંલીયા, આયદાનભાઈ વાજેલીયા, રાહુલભાઈ સાડમીયા, ગગજીભાઈ વાજેલીયા, વિક્રમભાઈ સાડમીયા, વિનુભાઈ સોડમીયા, હેમંતભાઇ સાડમીયા, ઇક્કો ગાડીમાં રાજકોટ ખાતે નિર્મળભાઈના ઘરે સમાધાન કરવા માટે નીકળેલા અને બીજા સગા મુન્નાભાઇ વાજેલીયા, લાભુભાઇ વાજેલીયા, કરમશીભાઇ વજેલીયા, અને મારા પિતા દિનેશભાઈ જખાણીયાને ફોન કરી નિર્મળભાઈના ઘર પાસે આવવાનું કહેલ હતું. રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ જામનગર રોડ ખાતે શેઠનગર સોસાયટીની સામે આવેલ નિર્મળભાઈના ઝુપડાની પાસે પહોચેલ અને ત્યાં ઝુપડા પાસે ઉભા હતા ત્યારે સમાધાનની વાતચીત કરતા હતા તે દરમિયાન નિર્મળભાઈ પણ આવી ગયેલ અને શુ કામ અહી આવેલ છો તેમ કહી અમારી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા અમો બંન્ને વચ્ચે મારામારી થયેલ અને મારામારીના નિર્મળએ પાઇપ વડે હુમલો કરેલ હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલ તેમના સગા પર પણ હુમલો કર્યો હતો. દરમિયાન પોલીસની પીસીઆર વાન આવી જતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં.
જ્યારે સામાપક્ષે નિર્મળભાઈ દિનેશભાઈ જખાણીયા (ઉ.વ.22),(રહે.શેઠનગર સોસાયટી સામે ઝુપડામાં, જામનગર રોડ) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લખુ સાડમીયા, શૈલેષ વાજેલીયા, આયદાન વાજેલીયા, રાહુલ સાડમીયા, ગગજી વાજેલીયા, વિક્રમ સાડમીયા, વિનુ સાડમીયા, હેમંત સાડમીયા, મુન્ના વાજેલીયા, લાભુ વાજેલીય (રહ. તમામ જામનગર), કરમશી વાળેલીયા અને દિનેશ જખાણીયા (રહે. ધ્રોલ) નું નામ આપી જણાવ્યું હતું કે, આશરે બે મહીના પહેલા રક્ષાબંધનના દિવસે તેઓ તેના પત્ની અને બાળકો સાથે જોડિયાના મોરાણા ગામે રહેતાં કાકા રાજુભાઈ જખાણીયાના ઘરે ગયેલ હતા ત્યારે વિક્રમ સોડમીયા તથા હિંમત સાડમીયા ત્યાં ઘસી આવેલ હતા. અગાઉ વિક્રમ સોડમીયાએ ઈકો ગાડી ચલાવતી વખતે તેઓના કાકાના બકરીના બચ્ચા પર ટાયર ફેરવી દેતા બકરીનું બચ્ચું મરી ગયેલ હોય જેથી તેને ફડાકા મારેલ હોય જે બાબતનો ખાર રાખી ઇક્કો કારમાં અને બાઇકમાં ઘસી આવેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે 14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.