કાશ્મીર પ્રવાસની લાલચ આપી એજન્ટની 3.35 લાખની ઠગાઇ - At This Time

કાશ્મીર પ્રવાસની લાલચ આપી એજન્ટની 3.35 લાખની ઠગાઇ


શિલ્પા એપાર્ટમેન્ટમાં રહેતા કૌશિકભાઇ વૃજલાલ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે હિમાંશુ યાદવ અને એક અજાણ્યા સહિતના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં તેના ફેસબુક પર મુવર્સ નામની ટૂર્સ અેન્ડ ટ્રાવેલ્સની જાહેરાત જોઇ હતી અને તે જાહેરાતમાં મોબાઇલ નંબર પણ હોય અને અમારે પરિવાર સાથે કાશ્મીર ફરવા જવું હોય જેથી ફોન કર્યો હતો અને જેમાં તે હિમાંશુ યાદવ બોલતો હોવાનું અને કાશ્મીર પેકેજના રૂ.26800માં જણાવ્યું હતું અને તેને રાજકોટમાં તેના એજન્ટ તરીકે મહેશભાઇ અકબરીનું નામ આપી મોબાઇલ નંબર આપ્યો હતો.

બાદમાં મહેશભાઇનો સંપર્ક કરતા તેને મે માસમાં ચારધામની જાત્રામાં ટિકિટ કરી આપવાની વાત કરી હતી. જેથી વિશ્વાસપાત્ર લાગતા મારા પરિવાર માટે ઓનલાઇન રૂ.93 હજાર ભરી ટિકિટ બુક કરાવી હતી. બાદમાં મારા પિતરાઇ ભાઇ દીપકભાઇને પણ સાથે ફરવા આવવાનું હોય અને ભરતભાઇ મહેતા, હરેશભાઇ સંઘવી સહિતે કુલ રૂ.3.35 લાખ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અવાર-નવાર ફોન કરતા હોય, પરંતુ કોઇ પ્રત્યુત્તર આપતા ન હોય અને પેકેજની ટિકિટો પણ કરી આપી ન હતી. બાદમાં તપાસ કરતા અમારી સાથે આેનલાઇન છેતરપિંડી થયાનું બહાર આવતા તેને ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ પીઆઇ પઢિયાર સહિતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.