રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકીંગ.


રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૦ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧) સીતારામ ડેરી ફાર્મ (૨) ખોડિયાર જનરલ સ્ટોર (૩) માધવ હોટેલ (૪) ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૫) રાજુભાઇ પાણીપૂરીવાલા (૬) શિવશક્તિ માર્ટ (૭) શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર (૮) દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર (૯) બંશીધર પ્રોવિઝન સ્ટોર (૧૦) લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧૧) શ્રદ્ધા જાંબુ (૧૨) અક્ષય બેકર્સ (૧૩) કૈલાશ ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી કરેલ. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પોપટપરા વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૨ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.