બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી મંત્રી ભાનુબેન તથા મેઘાણીના પૌત્ર પિનાકીનભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી - At This Time

બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતીની ઉજવણી મંત્રી ભાનુબેન તથા મેઘાણીના પૌત્ર પિનાકીનભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
બોટાદમા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી ની જન્મ જયંતી અનુસંધાને મેઘાણીજી ની સાહિત્ય સર્જન ભુમિ અને નિરૅવાણ ભુમી બોટાદ મા સાળંગપુર રોડ હાઈસ્કૂલ પાસે આવેલ મેઘાણીજી ના ટેચ્યું ને દર વખત ની જેમ આ વખતે પણ મેઘાણી ચાહક બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા મેઘાણીજી ના ટેચ્યું ને રજવાડી સાફો બાધી ફુલહાર ચડાવેલ અને આ કાયૅક્રમ મા ઝવેરચંદ મેઘાણીના પોત્ર પીનાકીભાઈ મેઘાણી તથા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા તથા કલેકટર તથા એસ.પી. તથા જીલ્લા પંચાયત ના પ્રમુખ તથા બીજેપી બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ તથા માર્કેટીંગ યાડના ચેરમેન મનહરભાઈ માતરીયા તથા વીએચપી ના જીલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ તથા મયુરસિહ ભાટ્ટી વિગેરે મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ મા મેઘાણી ચાહક બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા ને શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી વિશેષ સન્માન કરેલ. આ તકે સામતભાઈ જેબલીયા ની સાથે પીનાકીભાઈ મેઘાણી પણ તલવાર અર્પણ કરવામાં સાથે જોડાયેલ. આ પુષ્પાંજલિ કાયૅક્રમ મા દરેક મહાનુભાવો એ મેઘાણીજી ના ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી મેઘાણીજી ની જન્મ જયંતી ની શાનદાર ઉજવણી કરવામાં આવેલ, તેમ મેઘાણી ચાહક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.