વડોદરા: સાવલીમાં ધો.9 ની વિદ્યાર્થીનિને બાથરૂમમાં ખેંચી જઈ બળાત્કારનો પ્રયાસ - At This Time

વડોદરા: સાવલીમાં ધો.9 ની વિદ્યાર્થીનિને બાથરૂમમાં ખેંચી જઈ બળાત્કારનો પ્રયાસ


વડોદરા, તા. 28 ઓગસ્ટ 2022 રવિવારસાવલીમાં ગઈ રાત્રે પોતાના ઘરના આગળ અને પાછળના દરવાજા બંધ કરીને ધો.9માં અભ્યાસ કરતી 14 વર્ષની કન્યા સ્કૂલનું લેસન કરતી હતી ત્યારે માતા ભાગોળ વિસ્તારમાં રહેતા પ્રતાપસિંહ રાઠોડનો પુત્ર શમ્ભુએ પાછળનો દરવાજો ખખડાવતા વિદ્યાર્થીનિએ દરવાજો ખોલતાજ શમ્ભુ અચાનક રુમમાં ધસી આવ્યો હતો અને વિદ્યાર્થીનીને ખેંચીને બાથરૂમમાં લઈ ગયો હતો.આ વખતે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા શમ્ભુ ભાગી ગયો હતો. આ વાતની જાણ વિદ્યાર્થીનીની માતાને થતા તેઓ શમ્ભુને ઠપકો આપવા ગયા ત્યારે શમ્ભુના માતા અને પિતાએ અપશબ્દો બોલી ધમકી આપી હતી. અગાઉ પણ શમ્ભુએ વિદ્યાર્થીનિનો પીછો કરી સબંધ બાંધવા માંગણી કરી બ્લેકમેલ કરવાની ધમકી આપી હતી. પોલીસે પૉક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.