અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધુમ થી ઉજવણી લાખો હરિભક્તો ઉટીયા દર્શને
અમદાવાદ ખાતે ભક્તિ અને ભાવસભર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના ઓગણજમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તિ સાથે સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે. અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત કરી રહ્યા છે. 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી એક મહિના સુધી ચાલવાનો છે. જેમાં દેશ-વિદેશમાંથી આવેલા તજજ્ઞો અને વિદ્વાનો દ્વારા રોજ વિવિધ વિષયો પર વ્યાખ્યાન કરવામાં આવશે. આ મહોત્સ્વ સોમવારથી શનિવાર દરમિયાન બપોરે 2થી રાતના 9 સુધી અને રવિવારે 9થી રાતના 9 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવે છે.
અહીં પ્રવેશ માટે કોઈ રજીસ્ટ્રેશન કરાવવું નહીં પડે, પાર્કીંગ અને એન્ટ્રી પણ ફ્રી રાખવામાં આવી છે.
પ્રમુખસ્વામીનગરમાં સાંજનાં આકર્ષણની વાત કરીએ તો, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે ઉભા કરાયેલા નગરમાં દરરોજ સાંજે 5થી 7.30 દરમિયાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ કાર્યક્રમની છેલ્લા એક વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સંત સ્વામી મહારાજની સ્મૃતિમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 80,000 થી પણ વધુ સ્વયંસેવકો દ્વારા ભવ્ય કાર્યક્રમની વ્યવસ્થા સંભાળે છે. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના આ મોટા કાર્યક્રમ માટે ઘણા યુવાનો તેમની નોકરી છોડીને અહીં પહોંચ્યા છે અને સેવા આપી રહ્યા છે તેમજ દેશ વિદેશથી લાખો હરિભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.