જુનાગઢ જિલ્લાના કેશોદમાં ચોવટીયા પરિવાર દ્વારા થયેલ દેહદાન-ચક્ષુદાન - At This Time

જુનાગઢ જિલ્લાના કેશોદમાં ચોવટીયા પરિવાર દ્વારા થયેલ દેહદાન-ચક્ષુદાન


જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં રહેતા સ્વ.રાધાબેન કરમશીભાઈ ચોવટીયા(ઉ.વ.૮૨)કે જેઓ મનહરભાઈ કે.ચોવટીયા,નિલેશભાઈ કે.ચોવટીયા,વિપુલભાઈ(કનુભાઈ)કે.ચોવટીયાના માતૃશ્રી થાય છે.
જેમનું તા.૧૦.૦૪.૨૦૨૪,ચૈત્ર સુદ બીજના રોજ ઉંમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.રાધાબેનનું દેહદાન અને ચક્ષુદાન કરવાની ઈચ્છા થઈ આ માટે તેમના સગા હિતેષભાઈ કથીરીયા દ્વારા આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેમાં આ દાન વિશે અને સંકલ્પપત્ર વિશે ચર્ચા કરવામાં આવી હતી.અને દેહદાન માટે પોરબંદર જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ,એનેટોમી વિભાગના ડૉ.મયંક જાવિયા સાહેબ સાથે સંપર્ક કરાવેલ.વિશેષમાં ડૉ.સ્નેહલ તન્ના સાહેબે પણ માર્ગદર્શન આપેલ.આથી આ પરિવારે સદ્ ગતના ચક્ષુદાન અને દેહદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી ચક્ષુદાન માટે શિવમ્ ચક્ષુદાનની ટીમને કેશોદ ચક્ષુ લેવા માટે આગ્રહ કરેલ.
પરંતુ સ્વ.રાધાબેનનું ચક્ષુદાન ઉપરાંત દેહદાન પણ કરવાનું હોવાથી સમય મર્યાદા ખુબ ઓછી હોય અને શિવમ્ ચક્ષુદાન ટીમ કેશોદ ચક્ષુદાન માટે જાય તે સમય અને દેહદાન માટે પોરબંદર જવાનું થાય તે સમય ખુબ વધી જાય આ માટે બંન્ને દાન એક જ જગ્યાએ થઈ શકે અને સમયમર્યાદા જળવાય તે હેતુ થી શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સી.એસ.સામરીયા રેડ ક્રોસ ઈંટરનેશનલ ચક્ષુબેંક,અમદાવાદ સાથે સંલગ્ન ડૉ.નીતિન પોપટ દ્વારા પોરબંદરમાં સંચાલિત ચક્ષુદાન સ્વિકારતી સંસ્થાના ડૉ.નીતિન પોપટ સાહેબનો સંપર્ક કરાવી આપેલ.
આ રીતે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીએ સદગતના દેહદાન માટે મયંક જાવિયા સાહેબ અને ચક્ષુદાન માટે ડૉ.નીતિન પોપટ સાહેબ સાથે ટેલિફોનિક સંપર્ક કરાવી આપેલ જે અન્વયે તા.૧૧.૦૪.૨૦૨૪,ગુરુવારના રોજ સ્વ.રાધાબેનનું ચક્ષુદાન અને દેહદાન પોરબંદર ખાતે આ બંન્ને ડૉક્ટરશ્રીઓના માર્ગદર્શન નીચે થયેલ છે.
આમ સ્વ.રાધાબેનના ચક્ષુદાન-દેહદાન માટે શિવમ્ ચક્ષુદાન આરેણાને નિમિત બનવાનો એક મોકો મળ્યો તેમજ આ પરિવારે સ્વ.રાધાબેનના ચક્ષુદાન દેહદાન માટે જે ઉત્તમ નિર્ણય લીધો તે બદલ શિવમ્ ચક્ષુદાન આરેણા આપના વિચારને નમન કરે છે.અને સ્વ.રાધાબેનના આત્માને ઈશ્વર ચરણમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરે છે.
આપના આ નિર્ણયથી બે અંધલોકોના જીવનમાં રોશની મળશે અને દેહદાન થકી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને રિચર્સ માટેની એક વ્યવસ્થા મળે જેનાથી આવનારા સમયમાં બિમાર લોકોની સેવા માટે એક સારા ડૉક્ટર મળે.

ચોવટીયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.રાધાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

ચોવટીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ રાધાબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.