સૌ.યુનિ.એ 52 વિદ્યાર્થીઓને હીયરીંગ માટે બોલાવ્યા, 50ને સજા, કાલે 43ની સુનાવણી - At This Time

સૌ.યુનિ.એ 52 વિદ્યાર્થીઓને હીયરીંગ માટે બોલાવ્યા, 50ને સજા, કાલે 43ની સુનાવણી


સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષામાં ગેરરીતિ કે ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓને સજા આપવા માટે આજથી બે દિવસ એકઝામીનેશન ડીસીપ્લીનરી કમીટીની બેઠક આયોજીત કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ દિવસે 52 વિદ્યાર્થીઓને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 26 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 50 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી હતી જેમાં લીંમડી કોલેજમાં પરીક્ષામાં ડમી બેસાડનાર વિદ્યાર્થીને 1+8ની સજા ફટકારવામાં આવી હતી. એટલે કે આ વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ કરી આગામી આઠ પરીક્ષાઓમાં તે બેસી શકશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.