ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ બાલાસિનોર એસટી ડેપો ના કર્મચારીઓની મુલાકાત લીધી - At This Time

ધારાસભ્ય માનસિંહ ચૌહાણ એ બાલાસિનોર એસટી ડેપો ના કર્મચારીઓની મુલાકાત લીધી


નવવર્ષ ના શુભદિને બાલાસિનોર ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ એ બાલાસિનોર બસ સ્ટેશનની મુલાકત લીધી. ડેપો મેનેજર કે. આર. પટેલ; સુપરવાઈઝર સ્ટાફ; ડ્રાયવર; કંડકટર; મીકેનીક; એ.ડી.એમ. તથા અન્ય કર્મચારીઓ સાથે મુલાકાત લીધી. તેઓના સહિયારા પ્રયાસ થી દિવાળી તહેવાર નિમીત્તે એકસ્ટ્રા બસ સંચાલન કરી કર્તવ્ય નિષ્ઠાથી ફરજ અદા કરી.

પ્રવાસી મુસાફરોને તહેવાર નિમિત્તે તેમના વતન માં પહોચાડવા બદલ ધારાસભ્ય શ્રી દ્રારા કર્મચારીઓને સુદૃઢ સેવાઓ આપવા બદલ અભિનંદન પાઠવી સેવાઓ બિરદાવી. સર્વે કર્મચારીશ્રીઓ ને મિઠાઈ અર્પણ કરી નવુ વર્ષ દરેકને શુભ ફળદાયી, યશસ્વી અને પ્રગતિમય નિવડે તેવા શુભ આશીષ સાથે “નુતન વર્ષાભિનંદન” શુભેચ્છા પાઠવી. અંતમાં શ્રી દિપકભાઈ વી. ચૌહાણ જુની. આશિસ્ટન્ટ દ્રારા “નુતન વર્ષાભિનંદન” ની શુભેચ્છા પાઠવી આભાર વ્યકત કરેલ.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.