ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં પર્યાવરણ દિવસ નિમિત્તે જસાધાર વન વિભાગ દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું
ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં નાળિયા માંડવી નાળિયા માંડવી જંગલ વિસ્તાર ગીર પૂર્વ વન વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ ની ઉજવણી નાં ભાગરુપે પર્યાવરણ દિવસ નિમિત્તે પૂરજોશમાં જસાધાર વન વિભાગ રેન્જ દ્વારા ફોરેસ્ટ વન્યપ્રાણી મિત્ર અને સ્વયંસેવક દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વન્ય પ્રાણી મિત્ર સ્વયંસેવક ફોરસ્ટ સ્ટાફ અધિકારીઓ જોડાઈને દરિયાકાંઠા વિસ્તારમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિકનાં કચરાને વીણીને એકઠો કરીને વાહન દ્વારા આ કચરાનો નાશ કરવામાં આવ્યો હતો
આ સફાઇ ઝુંબેજમાં જશાધાર ફોરેસ્ટ કર્મચારી વન્યપ્રાણી મિત્ર સ્વયંસેવક 100 થી 150 લોકો હાજર રહ્યા હતાં આ સફાઈ ઝુંબેશ દ્વારા એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે લોકો જ્યાં ત્યાં દરિયાકાંઠા વિસ્તારમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિકની બોટલો ફેંકીને વન્ય પ્રાણીને નુકસાન થાય તેવાં પદાર્થો ફેંકવામાં નાં આવે અને આવાં વન્યપ્રાણી ઓને પ્લાસ્ટિકથી થતાં નુકસાનથી વન્યપ્રાણી જીવને બચાવીએ તકેદારી રાખીએ અને જીવનદાન આપ્યે અને આપણે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીયે એવો સંદેશો પાડવામાં આવ્યો અને વન્યજીવન બચાવીએ એવી જશાધાર વન વિભાગ દ્વારા હાંકલ કરવામાં આવી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.