મતદાન જાગૃતિના કચ્છી ગીતના લોન્ચીંગ સાથે સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
૦૦૦૦
‘‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’
0000
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત
અરોરાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો
૦૦૦૦૦
મતદાન જાગૃતિના કચ્છી ગીતના લોન્ચીંગ સાથે સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની અપીલ
ભુજ,શુક્રવાર
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે કલેકટર કચેરી ભુજ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સામાજિક જવાબદારીના ભાગરૂપે કચ્છમાં મતદાન જાગૃતિ માટે સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અપીલ કરાઇ હતી. આ સાથે જ મતદાન જાગૃતિ અંગેનું કચ્છી ગીત “ આઉં ભારત ઐયાં” લોન્ચ કરીને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વીપ દ્વારા કરાતી મતદાન જાગૃતિ પ્રવૃતિને જન જન સુધી પહોંચાડીને વધુમાં વધુ નાગરિકો તા.૭મેના મતદાન કરે તે દિશામાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. લોકોને મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ, વગેરે જેવા મુદ્દાઓ પર ઓડીયો તથા વીડિયો રીલના માધ્યમથી સંદેશાઓ બનાવીને કચ્છવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અનુરોધ કર્યો હતો. ઉપરાંત ચૂંટણી પ્રચાર-પ્રસાર અંગેની જે પણ સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવે તેમાં ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે તેવી સમજ કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
આ પ્રસંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ મતદાન જાગૃતિ અંગે તથા ચૂંટણી પ્રચાર – પ્રસાર અંગેના પોતાના વિચારો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે TIP નોડલ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ, એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા તથા SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્વીપની ટીમ દ્વારા આ કાર્યક્રમના આયોજન અને સંકલન બાબતે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટ -દીપક આહીર
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.