આગામી દિવસો માં વરસાદ ની શક્યતા સાથે ગાંધીનગર ના વાતાવરણ માં આવ્યો પલટો
આજરોજ સવારે ગાંધીનગર શહેર નું તાપમાન રોજ કરતા વધારે એટલે કે 15 ડિગ્રી અને તેથી વધારે નોંધાયું છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી કે તેથી વધારે અને રાત્રે તાપમાન 9 ડિગ્રી કે તેની આસપાસ રહેવાની સંભાવના છે.
ગાંધીનગર માં ઠંડી થી રાહત મળે તેવું લાગી રહ્યું છે તેવામાં ઉત્તર દિશાથી આવ્યા પવન લગભગ 8 માઈલ પ્રતિ કલાક ની ઝડપે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વાતાવરણ માં ભેજ નું પ્રમાણ પણ જોવા મળેલ છે અને કેટલાક વિસ્તાર માં છુટ્ટા છવાયા વરસાદ ની શક્યતાઓ પ્રબળ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30 કે 32 ડિગ્રી ની આસપાસ થાય તેવી શક્યતાઓ છે ભર શિયાળે ઉનાળા જેવી ગરમી લાગી શકે છે. આ પરિસ્થિતિ માં રાજ્યના ખેડૂતો ચિંતાતુર છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આવેલા અચાનક વાતાવરણ ના પલટા ને લીધે પાક ને નુકશાન થવાની ભીતિ છે.
રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે
