બોટાદ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે એક દિવસીય માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ અંતર્ગત વર્કશોપ યોજાયો - At This Time

બોટાદ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે એક દિવસીય માહિતી અધિકાર અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત વર્કશોપ યોજાયો


બોટાદ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ માટે એક દિવસીય માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ અંતર્ગત વર્કશોપ યોજાયો

ગઈકાલે સ્પીપા અમદાવાદ તેમજ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ સ્થિત નગરપાલિકા હોલ ખાતે બોટાદ ખાતે ફરજ બજાવતા ૧૫૦ જેટલાં અધિકારીઓ/કર્મચારીશ્રીઓ માટે માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં બોટાદ જિલ્લા કલેક્ટર બી. એ. શાહે પ્રાસંગિક ઉદબોધનમાં માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ અંગે જાણકારી પુરી પાડી હતી. સ્પીપા અમદાવાદ ખાતેથી આવેલ ડૉ.એ.એન.ગણાત્રાએ માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ મૌલિક સોની દ્વારા મોટિવેશન સંદર્ભ પ્રસંગને અનુરૂપ તાલીમ આપી હતી.

આ પ્રસંગે નાયબ કલેકટર રાજેશ્રી વંગવાણીએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તાલીમમાં અધિકારી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.