જમ્મુ-કાશ્મીરમાં લશ્કરનું નવું આતંકવાદી સંગઠન TLM એક્ટિવ:પોલીસનો દાવો-આતંકીઓની ભરતી કરી રહ્યા; પાકિસ્તાની હેન્ડલર બાબા હમાસ તેનો લીડર છે - At This Time

જમ્મુ-કાશ્મીરમાં લશ્કરનું નવું આતંકવાદી સંગઠન TLM એક્ટિવ:પોલીસનો દાવો-આતંકીઓની ભરતી કરી રહ્યા; પાકિસ્તાની હેન્ડલર બાબા હમાસ તેનો લીડર છે


જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે એક નવા આતંકવાદી સંગઠન તહરીક લબ્બેક યા મુસ્લિમ (TLM)નો ખુલાસો થયો છે. કાઉન્ટર ઈન્ટેલિજેન્સ વિંગ (CIK) અને પોલીસે મંગળવારે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, અનંતનાગ અને પુલવામામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. પોલીસે કહ્યું કે TLM પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ એક અલગ ગ્રુપ છે. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે TLM આતંકવાદીઓની ભરતી માટેનું મોડ્યુલ છે, જેને પાકિસ્તાની હેન્ડલર બાબા હમાસ ચલાવી રહ્યો છે. CIK અને પોલીસ ઓપરેશન હજુ પણ ચાલુ છે. TLM વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. ગાંદરબલ હુમલામાં એક ડૉક્ટર સહિત 7 મજૂરોના મોત થયા હતા. હુમલાના નજરેજોનારે જણાવ્યું કે બે આતંકવાદીઓ શાલ ઓઢીને આવ્યા હતા અને મેસમાં બેઠેલા શ્રમીકો પર ગોળીઓ વરસાવી હતી. CIK ઓપરેશનમાં અત્યાર સુધી શું મળ્યું
અત્યાર સુધીમાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 7 શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. 14 મોબાઈલ ફોન અને એક લેપટોપ સહીતની કેટલીક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. TRFએ ગાંદરબલ હુમલાની જવાબદારી લીધી, હવે TLM સામે આવ્યું
લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ પણ ગાંદરબલ હુમલાની જવાબદારી લીધી છે. તેનો માસ્ટરમાઇન્ડ TRF ચીફ શેખ સજ્જાદ ગુલ છે. આ હુમલાના બે દિવસ બાદ એજન્સીઓએ નવી સંસ્થા TLMનો ખુલાસો કર્યો છે. વધુ તપાસમાં સામે આવી શકે છે કે ગાંદરબલ હુમલામાં TLMની સંડોવણી છે કે નહીં. TRFની કલમ 370 કનેક્શન, હેતુ- અસ્થિરતા ફેલાવવાનો
2020 પછી, TRF ટાર્ગેટ કિલિંગની મોટાભાગની ઘટનાઓમાં સામેલ હતું. કાશ્મીરી પંડિતો, પ્રવાસી કામદારો, સરકારી અધિકારીઓ, નેતાઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. 370 હટાવ્યા પછી, સરકારી યોજનાઓ અને કાશ્મીરી પંડિતોની ​​​​​પુનર્વસન યોજનાઓમાં ખલેલ પહોંચાડવી અને શાંતિ ડહોંળવાનો હેતુ છે. તેઓએ સરકાર કે પોલીસમાં કામ કરતા સ્થાનિક મુસ્લિમોને પણ નિશાન બનાવ્યા છે, જેમને તેઓ ભારતની નજીકના માને છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... પૂંછમાં 2 આતંકવાદીઓની ધરપકડ, 3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ પણ મળી આવી 19 ઓક્ટોબરે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં બે આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 3 ગ્રેનેડ અને 1 પિસ્તોલ પણ મળી આવી હતી. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બંને જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ નામના સંગઠન સાથે જોડાયેલા હાઇબ્રિડ આતંકવાદી છે. બંને આતંકવાદીઓ મંદિર, આર્મી બેઝ અને હોસ્પિટલ પર ગ્રેનેડ હુમલો કરવાનો પ્લાન કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ સરહદ પાર પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.