સુરેન્દ્રનગર LCB પોલીસે રાજકોટ બાયપાસ રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે રાજકોટ બાયપાસ રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.


વિદેશી દારૂ, બિયર, કાર સહિત કુલ રૂ.4,25,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ બી એલ રાયજાદા સાહેબે એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનો વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે એલસીબી ટીમના પીઆઇ બી એલ રાયજાદા, એએસઆઇ રામદેવસિંહ ઘનશ્યામસિંહ,પરીક્ષીતસિંહ નરેન્દ્રસિંહ, સાહિલભાઇ મહમદભાઇ, ગોપાલસિંહ કનકસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી લખતર તરફથી GJ06 KH 8217 નંબરની સ્વીફટ ડીઝાયર કાર વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળનાર છે જે અન્વયે વોચ તપાસ ગોઠવી સદરહુ વાહનનો પીછો કરી, ગાડીમાં લઇ જવાતો ગે.કા.પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમા મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ ૧૩૬, જે એક બોટલની કી.રૂ.૪૦૦ લેખે કુલ બોટલ નંગ ૧૩૬ ની કુલ કી.રૂ.૫૪,૪૦૦ તથા વ્હાઇટ લેસ વોડકા ઓરેંજ ફ્લેવર કંપની સીલ બંધ ૧૮૦ એમ.એલ.ની બોટલ ચપલા નં.૩૨૩, જે એક બોટલની કી.રૂ.૧૦૦ ગણી કુલ ચપલા નંગ-૩૨૩ ની કી.રૂ.૩ ૨,૩૦૦ ગણી તથા કીંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના એલ્યુમીનીયમના ટીન નંગ-૩૮૬ જે એક ટીનની કિ.રૂ.૧૦૦ લેખે કુલ-૩૮૬ ટીનની કિ.રૂ.૩૮,૬૦૦ એમ મળી, કુલ ઇગ્લીશ દારૂ કી.રૂ.૧,૨૫,૩૦૦ તથા ફોર વ્હીલ ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦ એમ મળી કુલ કી.રૂ.‌ ૪,૨૫,૩૦૦ ના મુદામાલ સાથે તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.