પાટીદાર શૈક્ષણિક ભવન ના બે વર્ષ પૂર્ણ થતા માં ઉમા ખોડલ લાપસી મહોત્સવ યોજવામાં આવ્યો
પાટીદાર શૈક્ષણિક ભવન ના બે વર્ષ પૂર્ણ થતા માં ઉમા ખોડલ લાપસી મહોત્સવ યોજવામાં આવ્યો
રાજકોટ જિલ્લાના જસદણ ના આટકોટ રોડ પર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ના બે વર્ષ પૂર્ણ થતા માં ઉમા ખોડલ લાપસી મહોત્સવ યોજવામાં આવ્યો જેમાં લેવા અને કડવા પાટીદાર એક મંચ પર એક થયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત લેવા અને કડવા પાટીદાર લાપસી મહાપ્રસાદ મહોત્સવ નેજા હેઠળ ભેગા થયા અને પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન કર્યું.
લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં લેવા અને કડવા પાટીદાર ની એકતા જળવાઈ રહે તે માટે પાટીદાર સમાજની ધાર્મિક મુખ્ય બે સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થા બંને પ્રમુખો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ઊંઝા ઉમિયા ધામ સંસ્થા ના પ્રમુખ બાબુભાઈ પટેલ તેમજ પાટીદાર અનામત આંદોલનકારીના મુખ્ય ચહેરાવો હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા અલ્પેશ કથીરિયા અને એસપીજી ગ્રુપના પ્રમુખ લાલજી પટેલ સાથે વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો મહંતો એક મંચ પર ભેગા થયા.
જસદણના આટકોટ રોડ પર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનના નિર્માણ થયાના બે વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ જસદણના ચિતલીયા કુવા રોડ પર આવેલ હિરપરા પરિવારના કુળદેવીના મંદિરેથી મોટી સંખ્યામાં લેવા અને કડવા પાટીદારો ભાઈઓ તથા બહેનો માં ઉમા ખોડલના રથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ચિતલીયા કુવા રોડ ગંગા ભવન આટકોટ રોડ થઈને આ શોભાયાત્રા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં લેવા પાટીદાર અને કડવા પાટીદાર એક સંપ થઈને એકતાનું શક્તિ પ્રદર્શન જસદણ ની બજારોમાં કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમ થતી આવનારી લોકસભાની ચૂંટણીને ચોક્કસપણે અસર કરશે તે વાતને નકારી ના શકાય
જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રમુખ દિનેશભાઈ બાંભણિયાએ જાહેરાત કરી આવનારા દિવસોમાં ગુજરાત માં લેવા અને કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી ખોડલ માતાજી નું ભવ્ય મંદિર જસદણ ખાતે બનશે આ મંદિર બનાવવા પાછળનું મુખ્ય હેતુ લેવા અને કડવા પાટીદાર એક સંપ થઈને રહે અને આવનારી પેઢી કાયમિક માટે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મળીને કરે તેવા હેતુ માટે જસદણમાં 5,000 ચોરસ વારમાં માતાજીનું મંદિર બનશે.
રિપોર્ટર વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.