ખાડા ગણીને થાક્યા… વડાલી રેલવે ફાટક પાસે ખાડા રાજ વાહન ચાલકોને રોડ ગોતવો પાડ્યો
ખાડા ગણીને થાક્યા...વડાલી રેલ્વે ફાટક પાસે ખાડા, વાહન ચાલકોને રોડ ગોતવો પડયો
ઈડર ખેડબ્રહ્મા હાઇવે રોડ વડાલી રેલ્વે ફાટક પાસે મોટાં ભાગના રોડ-રસ્તાઓ તૂટી જવા પામ્યા છે.રોડ ઉપર મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા છે. જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ ઉપર એટલાં બધા ખાડાઓ પડી ગયા છે કે વાહનો ક્યાં ચલાવવા તે જ ખબર પડતી નથી.વડાલી રેલ્વે ફાટક પાણીનો નિકાલ ન થવાથી એટલાં બધા ખાડાઓ પડી ગયા છે કે રોડનું નામોનિશાન રહ્યું નથી. ખાડાઓને લઈને વાહન ચાલકો રોંગ સાઈડ એ વાહન હંકારી રહ્યા છે જેથી અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ ? ઓછા ઓછા માર્ગમાં નાના-મોટા 20થી વધુ એક એક ફુટના ખાડાઓ પડી ગયા છે. જેથી રોડ ગોતી લ્યો અને ખાડાઓ ગણી લ્યો. તેવું દેખાઈ રહ્યું છે
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.