કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયનાં અધ્યક્ષસ્થાને પંચાયત વિકાસ સૂચકાંક અન્વયે બેઠક યોજાઇ
કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયનાં અધ્યક્ષસ્થાને પંચાયત વિકાસ સૂચકાંક અન્વયે બેઠક યોજાઇ
આ પ્રોજેક્ટ થકી ગ્રામ્ય સ્તરે થતી કામગીરીનું કેન્દ્રસ્તરેથી મૂલ્યાંકન થશે: જિલ્લા વિકાસ અધિકારી બેઠકમાં કલેક્ટર એ જણાવ્યું હતું કે, પંચાયત સ્તરે થતી કામગીરીના મૂલ્યાંકન અને સિદ્ધિ માટે પંચાયત વિકાસ સૂચકાંક (પંચાયત ડેવલપમેન્ટ ઈન્ડીકેટર-PDI)ની રચના કરવામાં આવી છે. જે અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે ,આ બેઠકમાં પ્રોજેક્ટનાં નોડલ ઓફિસર જિલ્લા આંકડા અધિકારીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી વિવિધ વિભાગોનાં ઇન્ડિકેટર્સ તેમજ કેપીઆઇ બાબતે સૌને માહિતગાર કર્યાં હતા. બેઠકમાં નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર, પ્રાંત અધિકારી સર્વેશ્રી દિપક સતાણી, પરેશ પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ મો 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.