સરકારમાંથી સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે જે.એન.વાઘેલાની નિયુક્તિ
સુરત,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્તિ કરી છે. આ નિયુક્તિ બાદ છેલ્લા ત્રણ વર્ષથી સુરત પાલિકામાં સરકારના ડેપ્યુટેશનમાંથી આવેલા અધિકારી ભરતી સાથે બદલી થાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.સુરત મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનર તરીકે સરકારે ત્રણેક વર્ષ પહેલા એન.વી ઉપાધ્યાયની નિયુક્તિ કરી હતી. હાલમાં એન વી ઉપાધ્યાય વરાછા ઝોનના ઝોનલ ચીફ સાથે ફાયર વિભાગ અને અન્ય મહત્વની જવાબદારી સંભાળે છે. એમની જગ્યાએ ગઈકાલે જે મોડી રાત્રે સરકાર દ્વારા ઓર્ડર કાઢવામાં આવ્યા છે જેમાં સુરતના ડેપ્યુટી કમિશનર તરીકે જે. એન વાઘેલાની નિયુક્તિ કરી છે. સરકાર દ્વારા આ નિયુક્તિ બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણ વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી માટે કવાયત શરૂ કરી છે. સુરતમાં એન.વી ઉપાધ્યાય ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.