શાકભાજીની ભારીમાંથી ભાગ પાડવા મામલે મોટાભાઈએ ઠપકો આપતાં તરૂણનો આપઘાત - At This Time

શાકભાજીની ભારીમાંથી ભાગ પાડવા મામલે મોટાભાઈએ ઠપકો આપતાં તરૂણનો આપઘાત


પ્રાપ્ત વિગત મુજબ, પોપટપરામાં આવેલ રઘુનંદન સોસાયટી શેરી નં.5 માં રહેતો વનરાજ પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.16) આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે તેની માતા ન્હાવા માટે ગયા બાદ રૂમમાં જઈ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેની માતાએ રુ ખોલતાં પુત્રને લટકેલો જોઈ આક્રંદ મચાવતા પડોશીઓ દોડી આવ્યા હતાં અને 108 ને જાણ કરી સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પેહલાં જ તરૂણનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના મોટાભાઈ રાહુલે જણાવ્યું હતું કે, તેઓ ત્રણેય ભાઈઓ સાથે શાકભાજીનો ધંધો જીમખાના પાસે કરે છે. આજે વ્હેલી સવારે ત્રણેય ભાઈઓ માર્કેટમાંથી લઈ આવેલ શાકભાજીનો ભાગ પાડતાં હતાં ત્યારે વનરાજ ઝઘડો કરવાં લાગતાં તેમને ઠપકો આપ્યો હતો. જેનું માઠું લાગી આવતા તે ઘરે ચાલ્યો ગયો હતો અને અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.