બોટાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાશે
બોટાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાશે
બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૪ સુધી સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. મેલેરીયા શાખાના સંકલનમાં રહી ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને ૪ શહેરી આરોગ્ય કેન્દ્રોના મ.પ.હે.વ,/ફી.હે.વ./આશા/સુપરવાઈઝર મળીને કુલ ૭૨૨ આરોગ્ય કર્મચારીઓની આશરે ૩૫૦ ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવશેબોટાદ જિલ્લાના તમામ ઘરોમાં એન.વી.બી.ડી.સી.પી.આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો દ્વારા લોકોને વાહકજન્ય રોગ અટકાયતી પગલા વિશે માહિતગાર કરવામાં આવશે.સર્વે દરમ્યાન ઘરોમાં શંકાસ્પદ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવશે અને મચ્છરના બ્રિડિંગ મળે તો કર્મચારીઓ દ્વારા સ્થળ પર નાશ કરવામાં આવશે.પાણી ભરેલા પાત્રોમાં મચ્છર ઉત્પત્તિ રોકવા માટે એબેટ જંતુનાશકનો છંટકાવ કરવામાં આવશે તેમ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.આર.આર.ચૌહાણ દ્વારા જણાવાયું છે.આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઈ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવશે.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.