તૃણમુલના વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલની પશુ દાણચોરી કેસમાં ધરપકડ - At This Time

તૃણમુલના વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલની પશુ દાણચોરી કેસમાં ધરપકડ


(પીટીઆઇ)     બોલપુર (પશ્ચિમ બંગાળ), તા. ૧૧સીબીઆઇએ તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અનુબ્રત મંડલની પશુ દાણચોરીના
કેસમાં ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં બે વખત પૂછપરછ માટે હાજર ન થતા આજે તેમની
તેમના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી હતી.સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું છે કે પશુ દાણચોરી કૌભાંડની તપાસના
સંદર્ભમાં પૂછપરછમાં સહકાર ન આપવા બદલ સીઆરપીસીની કલમ ૪૧ હેઠળ મોંડલની ધરપકડ કરવામાં
આવી છે. આઠ અધિકારીઓની બનેલી સીબીઆઇની ટીમે સુરક્ષા દળોના જવાનો
સાથે સવારે દસ વાગ્યે મંડલના ઘરમાં દરોડા પાડયા હતાં. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ
પહેલા જ ઇડીએ શિક્ષક ભરતી કૌભાંડમાં તૃણમુલના અન્ય એક વરિષ્ઠ નેતા પાર્થ ચેટર્જીની
ધરપકડ કરી હતી. સીબીઆઇ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પશુ દાણચોરી કેસની
તપાસમાં સહકાર ન બદલ અમે તેમની ધરપકડ કરી છે. અમને તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાં
તેમની પણ સંડોવણી છે. અમે આ કેસમાં તેમની વધુ પૂછપરછ કરીશું.અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે તે ડોક્ટરની પણ
પૂછપરછ કરીશું જેમણે મંડલને ૧૪ દિવસ આરામ કરવાની સલાહ આપી હતી.  

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.