કરદાતાઓ હવે અટલ પેન્શન યોજનામાં જોડાઇ નહીં શકે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tax-payers-not-allowed-to-join-apy/" left="-10"]

કરદાતાઓ હવે અટલ પેન્શન યોજનામાં જોડાઇ નહીં શકે


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૧કરદાતાઓ હવે સરકારની સોશિયલ સિક્યુરિટી સ્કીમ અટલ પેન્શન
યોજના (એપીવાય)માં જોડાઇ શકશે નહીં તેમ સરકારના એક નવા નોટિફીકેશનમાં જણાવવામાં
આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારે ૧ જૂન, ૨૦૧૫ના રોજ
એપીવાય લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ અસંગઠિત સેક્ટરના કામદારોને સામાજિક
સુરક્ષા પુરી પાડવાનો છે. આ યોજના હેઠળ લાર્ભાર્થીને ૬૦ વર્ષની ઉંમરથી ૧૦૦૦
રૃપિયાથી ૫૦૦૦ રૃપિયા સુધીનું પેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. માસિક ફાળાની
રકમને આધારે પેન્શન ૧૦૦૦ રૃપિયાથી ૫૦૦૦ રૃપિયાની વચ્ચે આપવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એક ઓક્ટોબર, ૨૦૨૨થી કરદાતાઓ
એપીવાય સ્કીમમાં જોડાઇ શકશે નહીં. સરકારે એપીવાયના અગાઉના નોટિફિકેશનમાં ફેરફાર
કર્યો છે. જો કે બુધવારે જારી કરાયેલા નવા નોટિફિકેશનમાં જણાવવામાં
આવ્યું છે કે આ નવો નિયમ એક ઓક્ટોબર,
૨૦૨૨ પહેલા એપીવાયમાં જોડાયેલા લોકોને લાગુ પડશે નહીં.નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે એક ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ કે તે
પછી એપીવાયમાં જોડાયેલ વ્યકિત અરજી કરવાના દિવસે અથવા તેની પહેલા કરદાતા હોવાનું
માલુમ પડશે તો તેમનું એપીવાય એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે અને ખાતામાં જમા થયેલી
રકમ પરત કરી દેવામાં આવશે. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]