મહિલાને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી રિક્ષા લઇને ડ્રાઇવર ભાગી ગયો
અમદાવાદ,સોમવારપૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન અને અકસ્માતે મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, વટવામાં રહેતી શ્રમજીવી મહિલા રોડ ક્રોસ કરતી હતી. આ સમયે પૂર ઝડપે આવી રહેલો રિક્ષા ચાલક મહિલાને ટક્કર મારી ભાગી ગયો હતો. મહિલાને બેભાન હાલતમાં પ્રથમ એલ.જી.હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, ચાર દિવસની સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું.બેભાન હાલતમાં એલ.જી .હોસ્પિટલ બાદ સિવિલમાં દાખલ કર્યા ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યુંઆ કેસની વિગત એવી છે કે વટવામાં ભાડિયા જારનાળા પાસે ઓમ શાંતિરાજ નિવાસ ફ્લેટમાં રહેતા અને નારોલમાં કારખાનામાં નોકરી કરતા ભારતીબહેન મધુકરભાઇ રાણે (ઉ.વ.૪૨) તા. ૧૮ના રોજ સાંજે ૭.૩૦૩ વાગે નોકરીથી ચાલતા ચાલતા પરત ઘર તરફ આવતા હતા. આ સમયે વટવા ગામ ચબુતરા પાસે પૂર ઝડપે આવી રહેલા રિક્ષા ચાલક મહિલાને ટક્કર મારીને નાસી ગયો હતો, માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં મહિલાને પ્રથમ એલ.જી.હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન આજે સવારે મરણ પામ્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે દિવસ પહેલા પણ સિંગરવા ખાતે રહેતા શ્રમજીવી યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.