ઉના તાલુકાના દેલવાડા ગામે અનુસૂચિત જાતિના ૧૩૦ થી વધારે બાળકોને રણજીતભાઈ રાઠોડ તરફથી સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

ઉના તાલુકાના દેલવાડા ગામે અનુસૂચિત જાતિના ૧૩૦ થી વધારે બાળકોને રણજીતભાઈ રાઠોડ તરફથી સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું


લોકેશન:-ઉના-દેલવાડા

ઉના તાલુકાના દેલવાડા ગામે અનુસૂચિત જાતિના દાતા રણજીતભાઈ રાઠોડ દ્વારા ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને કીટ વિતરણ

અનુસૂચિત જાતિમાં શિક્ષણનું સ્તર સુધરે તે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ૧૩૦ થી વધારે કીટનું વિતરણ

જેમાં ૨૦૦ પેજની 10 નોટ બુક કંપાસ બોક્સ અને બોલપેન આપવામાં આવી હતી..

જેમાં અનુસૂચિત જાતિના આગેવાનો અને સંતો હાજર રહ્યા હતા

ઉના તાલુકાના અનુસૂચિત જાતિના દાતા રણજીતભાઈ રાઠોડ દ્વારા 1૩૦થી વધારે બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કર્યું

ઉના તાલુકાના અનુસૂચિત જાતિના ફીસ નો ઉદ્યોગ ધરાવતા રણજીતભાઈ રાઠોડ દ્વારા અનુસૂચિત જાતિના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ૧૩૦થી વધારે બાળકો જેઓ ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને સ્કુલ કીટ નુ વિતરણ કરવામાં આવ્યું.

જેમાં ૨૦૦ પેજની 10 બુક, કંપાસ બોક્સ, બોલ પેન બોક્સ વગેરે કીટ માં સમાવેશ થાય છે

આ કાર્યક્રમમાં ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના આગેવાનો જેમાં ભાયદાસ વાળા ,સંજયભાઈ વાંઝા, દિનેશભાઈ મારુ, ગીરીશ ભાઈ પરમાર, કેશુ બાપુ, પ્રભુ દાસ બાપુ ,હિતેશ બાપુ, વિજય સાહેબ માવજીભાઈ વાઢેર, ગોવિંદભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, રામભાઈ રાઠોડ, દાનજીભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ ,વીરજીભાઈ વાઢેર ,દિલીપભાઈ રાઠોડ વગેરે લોકો દ્વારા આ કાર્યક્રમને સફળ કર્યો હતો.

અનુસૂચિત જાતિના સમાજના લોકોએ રણજીતભાઈ રાઠોડની આ સુંદર કામગીરીને બિરદાવી હતી

રિપોર્ટર માવજી વાઢેર ઉના
7575862173/8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.