નવા ઉમેરાયેલા સાડા ત્રણ હજાર પૈકી 2,129 મતદારો 18 વર્ષના
ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત૧૬ હજાર મતદારોના કાર્ડને આધાર સાથે લીંક કરાયા યાદીમાંથી ૧,૪૯૮ નામ કમી અને ૨,૨૮૯માં સુધારાગાંધીનગર : ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ અઠવાડિયે ગાંધીનગરની પાંચેય વિધાનસભા વિસ્તારમાં કુલ સાડા
ત્રણ હજાર જેટલા મતદારોના નામ ઉમેરવા માટે ફોર્મ તંત્રને મળ્યા છે. જે પૈકી ૨,૧૨૯ મતદારો ૧૮
વર્ષના હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃત્યું તથા સ્થળાંતરના કિસ્સામાં ૧,૪૯૮ મતદારોના નામ
કમી કરવામાં આવ્યા છે. જ્યારે ૨,૨૮૯માં
સુધારો કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યા છે.એક મહિના દરમ્યાન ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત
મતદાર યાદીમાં રહી ગયેલી ક્ષતિ દૂર કરવામાં આવી રહી છે જેમાં સુધારણાની સાથે સાથે
મતદારોના નામ ઉમેરવા તથા નામ કમી કરવાની કામગીરી દર રવિવારે મતદાન મથકો ઉપર
કરવામાં આવી રહી છે. આ સાથે મતદારના કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક પણ કરવામાં આવી
રહ્યું છે. ત્યારે ગઇકાલે રવિવારે મથકો ઉપર તેમજ અગાઉના દિવસો મળીને અઠવાડિયામાં
ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકમાં મતદારોના નામ ઉમેરવામાં ઉત્સાહ જોવા મળ્યો છે.
અઠવાડિયા દરમ્યાન ૩,૬૪૨
જેટલા મતદારોએ નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યા છે. જે પૈકી ૨,૧૨૯ મતદારો ૧૮
વર્ષના હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે ૨૦થી ૨૯ વર્ષના ૮૯૬ મતદારો ઉમેરાયા છે.
કુલ ૧૫,૯૧૯
મતદારોના કાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવામાં સફળતા તંત્રને મળી છે. જે માટે
ફોર્મ નં.૬(ખ) ભરવામાં આવ્યું છે. તો મૃત્યું તથા સ્થળાંતરને પગલે ૧,૪૯૮ જેટલા
મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે જ્યારે નામ-સરનામાંમાં સુધારા માટે
કુલ ૨,૨૮૯
ફોર્મ ભરવામાં આવ્યા છે. આ ઝુંબેશ શરૃ જ રાખવામાં આવનાર છે. જ્યારે આગામી ત્રણ
રવિવારે મતદાન મથકો ઉપર બીએલઓ દ્વારા આ પ્રકારે ફોર્મ ભરીને નવા નામ ઉમેરવા, કમી કરવા તથા
સુધારાની કામગીરી કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.