અમેરિકન રેપર કેન્યે વેસ્ટ ફરી વિવાદોમાં ફસાયો:પૂર્વ આસિસ્ટન્ટે જાતીય સતામણી સહિત અનેક આરોપો લગાવ્યા - At This Time

અમેરિકન રેપર કેન્યે વેસ્ટ ફરી વિવાદોમાં ફસાયો:પૂર્વ આસિસ્ટન્ટે જાતીય સતામણી સહિત અનેક આરોપો લગાવ્યા


અમેરિકન મીડિયા પર્સનાલિટી કિમ કર્દાશિયનના ભૂતપૂર્વ પતિ અને અમેરિકન રેપર-સિંગર કેન્યે વેસ્ટ સાથે સંબંધિત વધુ એક વિવાદ પ્રકાશમાં આવ્યો છે. કેન્યેની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ લોરેને તેમની સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. લોરેને એવો પણ દાવો કર્યો છે કે, કેન્યેએ તેની સાથેનો કરાર તોડ્યો હતો અને તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકી છે. TMZના અહેવાલ મુજબ, લોરેને કેન્યે અને તેની કંપની સામે છેતરપિંડીનો કેસ પણ દાખલ કર્યો છે. 3 જૂને કેસ નોંધાયો
અહેવાલો અનુસાર, લોરેને 3 જૂનના રોજ કેસ દાખલ કર્યો અને કેન્યે પર તેની સાથે ઘણી વખત શરમજનક કૃત્યો કરવાનો આરોપ લગાવ્યો. આ સિવાય તે તેને અશ્લીલ મેસેજ અને વીડિયો પણ ઘણી વખત મોકલતો હતો. 2021 માં આસિસ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી
લોરેને અગાઉ કેન્યે સાથે 2021માં રિલીઝ થયેલા આલ્બમમાં કામ કર્યું હતું. અહેવાલો અનુસાર, કેન્યેએ 2021માં વાર્ષિક મિલિયન ડોલરના પગાર સાથે લોરેનને તેના સહાયક તરીકે રાખી હતી. આ કરાર અંતર્ગત તેણે ગાયક સાથે 24 કલાક હાજર રહેવાનું હતું. OnlyFans એકાઉન્ટ ડિલીટ કરવાનું કહ્યું
આ મુકદ્દમામાં ભૂતપૂર્વ આસિસ્ટન્ટ લોરેને એમ પણ કહ્યું હતું કે, કેન્યે તેની પાસેથી ઓન્લી ફેન્સ એકાઉન્ટ ડિલીટ કરવાની માગ કરતી હતી. બદલામાં, તે તેને વર્ષે 1 મિલિયન ડોલર આપવા તૈયાર હતો. લોરેને આરોપ લગાવ્યો હતો કે, કેન્યે વેસ્ટમાં જોડાઈ ત્યાર બાદ થોડા સમય બાદ તેણે ઘણા અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. લોરેને આ મુકદ્દમામાં એવો પણ દાવો કર્યો હતો કે, તેને એક વર્ષ પછી 2022માં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આટલું જ નહીં, તેણે એ પણ કહ્યું કે તેના કરાર મુજબ, કેન્યેએ હજુ સુધી તેને 3 મિલિયન ડોલર ચૂકવ્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.