બાલાસિનોર રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે જિલ્લા કક્ષાનો શ્રમદાન કાર્યક્રમ યોજાયો
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન 'એક તારીખ, એક કલાક, એક સાથ' મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા સમગ્ર ગુજરાતમાં પણ આજે વિવિધ જાહેર સ્થળોએ સફાઈ અભિયાન અંતર્ગત મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે. દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજી ઘરનું આંગણું ,શેરી,ગામ,રોડ,રસ્તા સ્વચ્છ રાખીશું તો આખો દેશ આપોઆપ સ્વચ્છ થઈ જશે.'Garbage free India'ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું.*
આ પ્રસંગે પંચમહાલ લોકસભાના સંસદ રતનસિંહ રાઠોડ બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ નાયબ કલેકટર શ્રી બાલાસિનોર મામલતદાર શ્રી બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી શ્રી બાલાસિનોર પંચાયતના પ્રમુખશ્રી રૈયોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દૂધ મંડળીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી તલાટી કમ મંત્રી શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.