બરવાળા તાલુકા ના નાવડા ગામ ના ઉદ્યોગપતિ આગેવાન દ્રારા વિધવા તેમજ આર્થિક નબળા પરિવાર ની મહિલા ઓ માટે ફ્રિ માં ધાર્મિક યાત્રા નું કરાયું આયોજન - At This Time

બરવાળા તાલુકા ના નાવડા ગામ ના ઉદ્યોગપતિ આગેવાન દ્રારા વિધવા તેમજ આર્થિક નબળા પરિવાર ની મહિલા ઓ માટે ફ્રિ માં ધાર્મિક યાત્રા નું કરાયું આયોજન


દર ત્રણ વર્ષે અલગ અલગ સ્થળ પર કરવામાં આવે છે ધાર્મિક યાત્રા નું આયોજન. અત્યાર સુધી માં 5 વખત ની યાત્રા માં 600 થી વધુ લોકો એ લીધો લાભ. આ યાત્રા દરમ્યાન દાતા દ્રારા પરત આવે ત્યાં સુધી નો તમામ ખર્ચ નું કરે છે આયોજન યાત્રા માં જતા પહેલા ગામ માં જોવા મળ્યો ઉત્સવ નો માહોલ. પ્રાંત અધિકારી,તાલુકા વિકાસ અધિકારી સહિત ગામ ના આગેવાનો રહ્યા હાજર બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા માં આવેલ નવા નાવડા આદર્શ ગામ તરીકે ઓળખાય છે. આ ગામ ના દાતા ઓ દ્રારા હર હમેશ ગામ ના વિકાસ માટે ચિંતા કરી અલગ આલગ આયોજન કરી સતત ગામ નો વિકાસ કરતા હોય છે અબે ગામ ના મુખ્ય દાતા અને જાણીતા ઉદ્યોગપતિ ઓધવજીભાઈ મોણપરા નો હમેશા દાન માટે મહત્વ નો ભાગ હોય છે. ત્યારે ગામ માટે કંઈક ને કંઈક આયોજન તેવો કરતા હોય છે. ઓધવજીભાઈ દ્રારા છેલ્લા 15 વર્ષ થી દર ત્રણ વર્ષે ધાર્મિક યાત્રા પ્રવાસ નું આયોજન કરવામાં આવે છે. ગામ માં રહેતી વિધવા મહિલા ઓ તેમજ આર્થિક નબળા પરિવાર ની મહિલા ઓ કે જેવો ધાર્મિક યાત્રા કરી શકતા ન હોય તેવા મહિલા ઓ માટે ધાર્મિક યાત્રા નું ઓધવજીભાઈ દ્રારા આયોજન કરવામાં આવે છે. દર ત્રણ વર્ષે આ પ્રમાણે ના આયોજન માં અત્યાર સુધી માં 600 જેટલા લોકો ને યાત્રા નો લાભ આપેલ છે. નવા નાવડા ગામ થી યાત્રા પરત કરી ઘરે આવે ત્યાં સુધી નો રહેવા જમવા સહિત જે પણ જરૂરિયાત હોય તે આ દાતા દ્રારા પૂર્ણ કરવામાં આવે છે. આજ રોજ નવા નાવડા ગામ ખાતે થી ધાર્મિક યાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 168 લોકો જવાના જેમાં નવા નાવડા થી અમદાવાદ બસ અને ત્યારબાદ ટ્રેન તેમજ અન્ય જગ્યા પર જરૂર પડે ત્યાં વાહન ની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવેલ છે. બસ માં વૃદ્ધ મહિલા ઓને કોઈ અગવડતા ન પડે માટે ગામ ના અન્ય પુરુષો તેમજ અન્ય મહિલા ઓ પણ સાથે જાય છે જેથી કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય તો તેમને શારીરિક તકલીફ ન પડે. ત્યારે આજ રોજ ધાર્મિક યાત્રા નીકળે તે પહેલાં ઓધવજીભાઈ દ્રારા તમામ મહિલા ને ગુલાબ નું ફૂલ આપી યાત્રા ની સફળતા માટે શુભેચ્છા પાઠવી તેમજ તે દરમ્યાન ગામ માં જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેવો માહોલ પણ જોવા મળ્યો. ઢોલ વગાડી તમામ ધાર્મિક યાત્રા માં જતા લોકો ને ધાર્મિક યાત્રા સફળ થાય તેવો ભાવ હાજર તમામ લોકો માં જોવા મળ્યો. ત્યારે આ ધાર્મિક યાત્રા માં જનાર મહિલા ઓ માં પણ અનેરો આનંદ જોવા મળ્યો અબે ખૂબ ખુશી વ્યક્ત કરી નવા નાવડા ગામ થી આજ રોજ પ્રસ્થાન થયેલ ધાર્મિક યાત્રા , અયોધ્યા,પ્રયાગરાજ ,કાશી , છપૈયા,ઇલ્હાબાદ સહિત અન્ય ધાર્મિક સ્થળ પર જશે. જેને કઈ શુભેચ્છા પાઠવવા ગામ ના આગેવાનો સાથે બરવાળા પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ ખાસ હાજર રહેલા અને તેમને પણ ધાર્મિક યાત્રા માં જનાર તમામ ને શુભેચ્છા આપવામાં આવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.