શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સાહેબ તેમજ જુના કટારીયા પી.એચ.સી મેડિકલ ઓફિસર ડો. રીના પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી જુના કટારીયા ના લાકડિયા સબ સેન્ટર ના વિસ્તારની શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T 3 કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સી. એચ.ઓ દિલીપભાઈ પરમાર, તેમજ અવની રાવલ, ચાંદની ચૌહાણ અને એ.એન.એમ અશ્વિનીબેન પટેલ, તરૂણા બેન પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ. રાજુભાઈ પરમાર તેમજ એડોલેશનત હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર અને સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા.

જેમાં કિશોરી ને ન્યુટ્રીશન વિશે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ ,સરગવો,મીઠો લીમડો, ખજૂર વિશે તેમજ બહાર ના જંક ફૂડ ના ખાવા વિશે ની વિસ્તૃત માં ચર્ચા કરવા માં આવી હતી. તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવી હતી. જેમાં ચિત્ર અને મહેંદી સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું. ભાગ લીધેલ તમામ ને પ્રોત્સાહિત ઇનામ આપવા માં આવ્યા હતા.
જેમાં T3 કેમ્પ કરવા માં આવ્યો હતો. દરેક કિશોરી ના એચ.બી ચેક કરવા માં આવ્યા હતા. જેમાં ઓછા એચ.બી વાળા કિશોરી નું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું હતું.
જેમાં અંત માં અલ્પાહાર આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લાકડિયા સબ સેન્ટર ૧ અને ૨ ના તમામ સ્ટાફ અને શાળાના આચાર્ય શ્રી મયુરસિંહ આર રાજપૂત તેમજ સંદીપભાઇ પટેલ, હેતલબેન પટેલ, નર્મદાબેન ગાંગલ, રીંકલબેન ચૌહાણ, વંદનાબેન ખવાસ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.