સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ અન્વયે નાની ચીરઇ ખાતેથી ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. શ્રમ આયુકતની કચેરી સાથે સંકલન કરી જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિના સભ્યોમાં સરકારી શ્રમ અઘિકારી શ્રી.એચ.એમ.પટેલ, કારખાના નિરીક્ષકશ્રી અભિજીતસિંહ ઝાલા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી વિ.બી.ડોરિયા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીશ્રી કે.કે.ચૌઘરી અને શ્રી એ.યુ.માલી સાથે રહી ભચાઉ તાલુકાની નાની ચીરઇ ખાતે આવેલા શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરવામાં આવી હતી. જે ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા. - At This Time

સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ અન્વયે નાની ચીરઇ ખાતેથી ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. શ્રમ આયુકતની કચેરી સાથે સંકલન કરી જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિના સભ્યોમાં સરકારી શ્રમ અઘિકારી શ્રી.એચ.એમ.પટેલ, કારખાના નિરીક્ષકશ્રી અભિજીતસિંહ ઝાલા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી વિ.બી.ડોરિયા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીશ્રી કે.કે.ચૌઘરી અને શ્રી એ.યુ.માલી સાથે રહી ભચાઉ તાલુકાની નાની ચીરઇ ખાતે આવેલા શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરવામાં આવી હતી. જે ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા.


૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ

અન્વયે ત્રણ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા

ભુજ,સોમવાર

કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરિયાદ અન્વયે નાની ચીરઇ ખાતેથી ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતા.

શ્રમ આયુકતની કચેરી સાથે સંકલન કરી જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિના સભ્યોમાં સરકારી શ્રમ અઘિકારી શ્રી.એચ.એમ.પટેલ, કારખાના નિરીક્ષકશ્રી અભિજીતસિંહ ઝાલા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી વિ.બી.ડોરિયા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીશ્રી કે.કે.ચૌઘરી અને શ્રી એ.યુ.માલી સાથે રહી ભચાઉ તાલુકાની નાની ચીરઇ ખાતે આવેલા શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેઇડ કરવામાં આવી હતી. જે ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યા હતા.

 ત્રણેય બાળકોમાંથી બે બાળકો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ અને એક બાળકીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.  તેમજ ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝના માલીક સામે બાળ અને કિશોર મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-૧૯૮૬ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ ફેકટરી એકટ-૧૯૪૮ મુજબ પણ બાળકના જન્મના આઘારોને ઘ્યાનમાં લઇને ફેકટરીના માલીક વિરુઘ્ઘ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

 

૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરીયાદ અન્વયે બે બાળકોને રેસ્કયુ કરી બાળ સંભાળ સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો

 

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા  ચાઇલ્ડ હેલ્પ લાઇનથી મળેલી ફરીયાદ અન્વયે માંડવી તાલુકામાં પિતા દ્વારા દારૂ પીને કનડગત કરવામાં આવતા બાળક અંગે જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી મારફતે પ્રાથમિક તપાસ કરી બે બાળકોને રેસ્કયુ કરી એક બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ અને એક બાળકીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અઘિક્ષક શ્રી આર.ડી.જાડેજાના સહયોગ મળ્યો હતો અને જિલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી વી.બી.ડોરિયા, લીગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી પી.ટી.જાડેજા અને કાઉન્સેલરશ્રી રૂપલબેન બગવાડીયાએ જહેમત ઉઠાવી હતી.

9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.