માળીયા હાટીના માં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. - At This Time

માળીયા હાટીના માં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.


દરેક સ્કૂલોમાં દેશભક્તિ કાર્યક્રમ યોજ્યો તેમજ આગેવાનોના વરદ હસ્તે સિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા

માળીયા હાટીના માં આજે સવાર થી માળીયા હાટીના મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન સહિત દરેક સરકારી કચેરી, ગ્રામ પંચાયત તેમજ ગર્લ્સ સ્કૂલ , ગિરનાર હાઈસ્કૂલ , સરકારી હાઈસ્કૂલ, સહિત વિવિધ સ્કૂલો અને રામરહી રીક્ષા એસોસિયન લઇ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી તેમજ ગર્લ્સ સ્કૂલ ની બાળાઓ દ્વારા ઢોલના અને બ્યુગલના સુરે શહેરના મુખ્ય બજારો માં પ્રભાત ફેરી યોજવામાં આવી

દરેક સરકારી કચેરી, સ્કૂલો અને રામરહી રીક્ષા એસોસિયન દ્વારા રાષ્ટ્ર ઘ્વજ વંદન ને સલામી આપી રાષ્ટ્ર ગીત ગાઈ વીર શહીદો ને યાદ કરવામાં આવ્યા હતા.

આ તકે માળીયા હાટીના રામરહી રીક્ષા એસોસિયન દ્રારા રીક્ષા માં રાષ્ટ્ર ઘ્વજ રાખી સલામી આપી શહેર ના મુખ્ય માર્ગો પર તમામ રીક્ષાઓ પ્રભાત ફેરી માં નીકળી હતી. સમગ્ર માળીયા હાટીના માં દેશ ભક્તિ મહી બન્યુ હતું તેમજ માળીયા હાટીના મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડ માં નાયબ મામલતદાર નિતેશ પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં માળીયા હાટીના પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, જી.આરડી સ્ટાફ દ્વારા પરેડ અને સલામી આપવામાં આવી હતી

માળીયા હાટીના ગ્રામપંચાયત સંચાલીત હાઈસ્કૂલ ખાતે માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.