જસદણ પંથકના હથીયાર પરવાનેદારોને દોઢ મહિનો હથીયારથી દુર: ફટાકડી ટિંગાડનારના શોખ પર કાબુ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ કેટલીય આચાર સંહિતા લાગુ પડી ગઈ ત્યારે સરકારી તંત્રએ આદેશ કરતાં જુદા જુદા હથીયાર પરવાનેદારોએ પોતાનાં આગામી તા. ૬ જુન સુધી અનામત તરીકે નજીકના પોલીસ મથક. પર જમાં કરવાનાં હોવાથી જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા સહિતનાં પરવાનેદારોએ પોતાના હથીયાર જમાં કરાવ્યાં અને આ કામગીરી અંદાજે પચાસ ટકાએ પહોંચી હોવાનું જાણવા મળેલ છે જસદણ તાલુકાની વાત કરીએ તો જસદણ ૧૪૬ ભાડલા ૬૪ આટકોટ ૫૩ આ ત્રણેય પોલીસ મથક હેથળ કુલ મળી ૨૬૩ હથીયાર પરવાનેદારો છે ત્યારે અપવાદ બાદ કરતાં દરેક પરવાનેદારોને એક માસ કરતાં વધુંનો સમય પોતાના હથીયારથી દુર રેહવું પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.