વ્યાજખોરી નાબુદી માટે ઝીંઝુવાડાનાં ધામા ગામે પોલીસનો લોકદરબાર યોજાયો. - At This Time

વ્યાજખોરી નાબુદી માટે ઝીંઝુવાડાનાં ધામા ગામે પોલીસનો લોકદરબાર યોજાયો.


તા.17/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતે સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તેમજ સામાન્ય નાગરિકને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 અન્વયે લોકોમાં જાગૃતિ કેળવવા તથા વ્યાજખોરી અંગે લોકોની ફરિયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઇસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદેશથી લોક દરબાર યોજવામાં આવેલ પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતની સુચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 54 લોકદરબાર યોજવામાં આવેલ જેમાં પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતની આગેવાનીમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ આઠ લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચોટીલા પોલીસ સર્કિટ હાઉસ, ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.સીતાપુર ઓ.પી., લટુડા ગામ,મુળી પો.સ્ટે.ના ટીકર ગામે થાનગઢ શહેરના મારૂતિનંદન વિસતારમાં તેમજ આજરોજ ઝીંઝુવાડા પો.સ્ટે. ના ધામા ગામે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ ઉપરોકત લોકદરબારમાં આવેલા નાગરિકોએ અલગ અલગ રજુઆતો કરેલ હતી જે રજુઆત આધારે હહહયલફહ ખજ્ઞક્ષયુ કયક્ષમશક્ષલ કલમ હેઠળ તાત્કાલીક ધોરણે સમગ્ર જીલ્લામાં જેમાં ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.12, ચુડા પો.સ્ટે.1, સાયલા પો.સ્ટે.1 પાટડી પો. સ્ટે.1, સુ.નગર સીટી બી ડીવી. પો.સ્ટે.1, જો.નગર પો.સ્ટે.2 મળી 18 એફઆઇઆર નોંધવામાં આવેલ છે જેમાં તપાસ ટીમની રચના કરી આરોપીઓને અટક કરવામાં આવેલ છે જે અટક કરેલ આરોપીઓ પાસેથી ચેક 5, ડોકયુમેન્ટ સ્ટેમ્પ 2, મો.સા.2 તેમજ મો. ફોન નંગ 2 વિગેરે ચીજવસ્તુઓ કબ્જે કરવમાાં આવેલ છે તેમજ હાલે બીજા આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.