મેંદરડા વિસાવદર હાઇવે પર જામકા ચોકડી નજીક 1.44 લાખના વાળની લૂંટ થયેલ જેમાં મેંદરડા પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ લૂંટારોને ઝડપી પાડ્યા - At This Time

મેંદરડા વિસાવદર હાઇવે પર જામકા ચોકડી નજીક 1.44 લાખના વાળની લૂંટ થયેલ જેમાં મેંદરડા પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ લૂંટારોને ઝડપી પાડ્યા


મેંદરડા વિસાવદર રોડ પર જામકા ચોકડી પાસે ૧.૪૪ લાખ ના વાળની લૂંટ થયેલ
ફોરવીલ માં આવેલા ત્રણ શખ્સોએ ચલાવી લૂંટ કરી ફરાર મેંદરડા પોલીસને જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરી લુંટારાઓ ને પકડી પાડ્યા
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાવરકુંડલાના લીખાણા અને હાલ મેંદરડા ખાતે રહેતા માનવ વાળ લે વેચનો ધંધો કરતા બાલુ ભાઈ ઉર્ફે બાલો જિલુ વાઘેલાને લીખાણા ગામે રહેતા પિતરાઈ ભાઈ રાજુભાઈ વાઘેલાએ માનવ વાળનો થેલો લઈ જવા કહેતા બાલુભાઈ તેના કાકાનો દીકરો નરસિંહભાઈ સાથે મોટરસાયકલ પર મેંદરડા થી વાળ લેવા માટે નીકળ્યા હતા ચલાળા પાસે પહોંચતા લીખાણાથી પિતરાઈ ભાઈ રાજુ વાળનો થેલો લઈ ત્યાં આવી પહોંચ્યું હતો
ત્યારબાદ 36 કિલો વાળનો થેલો લઈ ત્રણેય ભાઈઓ ચલાળા પાસે એક હોટલમાં જમવા ગયા હતા. બાદ મોટરસાયકલ પર વાળનો થેલો લઈ મેંદડા તરફ આવવા માટે નીકળ્યા હતા ત્યારે વિસાવદર થી મેંદરડા તરફ આવતા જામકા ચોકડી અને મોટી ખોડીયાર વચ્ચેપહોંચતા પાછળથી આવેલ અજાણી ફોરવીલ કારે મોટરસાયકલને ઓળખાવ્યું હતું અને ફોરવીલ માંથી ઉતરી અજાણ્યા ત્રણ શખ્સો એ છરી બતાવી મોટરસાયકલ પર રાખેલ માનવ વાળનો કોથળો ખેંચી લીધો હતો અને અજાણ્યા શખ્સોએ બાલુભાઈ અને તેના પિતરાઈ ભાઈ નરસિંહભાઈને મોટરસાયકલ પરથી ઉતારી ગાડી પણ જુટવીને ફરાર થઈ ગયા હતા
દિન દહાડે છરીની અણીએ મોટરસાયકલ પર રૂપિયા ૧.૪૪ લાખ વાળનો કોથળો મળી કુલ રૂપિયા ૧.૭૪ લાખની માતાની લૂંટ થયાનો બનાવ બનેલ હતો
ત્યારે આ બનાવ અંગે બાલુભાઈ અજાણ્યા ત્રણ શખ્સો સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ કરેલ હતી ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ એન સોનારા તાત્કાલિક ગુનો નોંધી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા માટે તમામ વિસ્તારોમાં નકાબંધી કરી દીધેલ હતી અને વધુ તપાસ હાથ ધરી અને પી.એસ.આઇ એસ એન સોનારા એ લૂંટારોને પકડી પાડીયા હતા
આ સમગ્ર ઘટના અંગે પી.એસ.આઇ સોનારા એ જણાવેલ હતું કે માથાના વાળની લૂંટ કરનાર લુંટારાઓ કોડીનાર પંથકના હાલ વિગતો મળેલ છે જેમાં ૧. દલ આસિફ જુમા ૨, શકીલ મહમદ સોલંકી ૩, દિનુ બાલુ સોલંકી ને તાત્કાલિક નકાબંધી કરી મેંદરડા પોલીસે મેંદરડા થી સાસણ તરફ જતા નતાડીયા નજીકથી ઝડપી લીધા હતા હાલ માર્કેટમાં લેડીસના લાંબા વાળની કિંમત ખૂબ મોટી હોવાથી ત્રણેય શખ્સોએ વાળની લૂંટ કરી હોવાનું સ્વીકાર્યું હતું પકડાયેલા ત્રણેય આરોપી પાસેથી લૂંટમાં વપરાયેલ ઈકો કાર,છરી, લૂંટ ચલાવેલા વાળનો કોથળો અને બાઈક કબ્જે કરી લીધા છે
મહિલાઓ ના વાળ ખૂબ મોટા અને લાંબા હોવાથી તેનું ખૂબ મોટું માર્કેટ હોવાથી વાળ લેવા દરેક ગામ અને શહેર ના વિસ્તારોમાં ફેરીયા ઓ ચક્કર લગાવતા હોય છે એક કિલો વાળના 2000 થી 4000 રૂપિયા સુધીનો ભાવ બોલાતો હોય છે ફેરીયા ઓ ચક્કર લગાવી વાળ એકઠા કરી હોલ સેલના વેપારીઓને આપે છે અને હોલસેલના વેપારીઓ એક કિલો વાળની કિંમત 8 થી 10,000 ની કિંમત મળતી હોવાથી માનવ વાળની પણ લુંટ થવાનું શરૂ થયું છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.