એરલાઇન્સને ફલાઇટના ૨૪ કલાક પહેલા આંતરરાષ્ટ્રીય યાત્રીઓની વિગતો કસ્ટમ વિભાગને આપવી પડશે - At This Time

એરલાઇન્સને ફલાઇટના ૨૪ કલાક પહેલા આંતરરાષ્ટ્રીય યાત્રીઓની વિગતો કસ્ટમ વિભાગને આપવી પડશે


 (પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૯સરકારે એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય યાત્રીઓના અને પેમેન્ટ સહિતની માહિતી ફલાઇટ
ઉપડવાના ૨૪ કલાક પહેલા કસ્ટમ વિભાગે આપવાનો આદેશ આપ્યો છે. અપરાધીઓ દેશ છોડીને ભાગીને
ન જાય તે માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ
ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ આઠ ઓગસ્ટના રોજ 'પેસેન્જર નેમ
રેકોર્ડ ઇન્ફરમેશન રેગ્યુલેશન,
૨૦૨૨'ની
જાહેરાત કરી હતી.દાણચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે આ નિયમોની
જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઇસી દ્વારા રચવામાં આવેલ નેશનલ કસ્ટમ્સ ટાર્ગેટિંગ
સેન્ટર પેસેન્જર કસ્ટમ એક્ટ હેઠળ અપરાધિક પ્રવૃત્તિઓેને રોકવા, શોધવા અને તેની
તપાસ કરવાનું કાર્ય કરશે.નવા નિયમ મુજબ એરલાઇન્સ ઓપરેટરે  યાત્રીઓની તમામ માહિતી કસ્ટમ વિભાગને આપવી
પડશે. ભારતમાં આવતા અને ભારતમાંથી જતા બંને પ્રકારના યાત્રીઓની માહિતી આપવી પડશે.યાત્રીનું નામ,
બિલ/પેમેન્ટની માહિતી (ક્રેડિટ કાર્ડ નંબર), ટિકિટ ઇશ્યુ થયાની તારીખ,  ઇમેઇલ
આઇડી, મોબાઇલ
નંબર, ટ્રાવેલ
એજન્સી, બેગેજ
માહિતી સહિતની વિગતો કસ્ટમ વિભાગને આપવી પડશે.સરકાર દ્વારા આ નવા નિયમ બહાર પાડવા અંગે કારણ આપવામાં આવ્યું
નથી પણ સૂત્રોના જણાવ્યા અનુસાર બેંક લોન ડિફોલ્ટર્સ તપાસથી બચવા દેશ છોડીને ભાગી ન
જાય તે માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નવા નિયમનું પાલન ન કરવા બદલ એરલાઇન્સને લઘુતમ ૨૫,૦૦૦ રૃપિયા અને
મહત્તમ ૫૦,૦૦૦
રૃપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં નિરવ મોદી, વિજય માલ્યા અને
મેહુલ ચોકસી સહિતના ૩૮ આર્થિક અપરાધીઓ દેશ છોડીને ભાગી ગયા છે.      

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.