રાજકોટ જિલ્લાના 40 ટ્રાન્સજેન્ડરના મતાધિકાર માટે કલેક્ટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજ્યો
લોકશાહીનો પર્વ એટલે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022. ચૂંટણીના અવસર પર દરેક વ્યક્તિ મતદાન આપી શકે તે માટે ભારત સરકારના ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ટ્રાન્સજેન્ડર્સના મતાધિકાર માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 40 જેટલા ટ્રાન્સજેન્ડર્સ માટે મતદાર યાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.