શાળામાં ભૂલકાઓની કિલકારી - શાળા પ્રવેશોત્સવ - At This Time

શાળામાં ભૂલકાઓની કિલકારી – શાળા પ્રવેશોત્સવ


બોટાદ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણાત્મક શિક્ષણની પ્રતિબદ્ધતા સાથે છેવાડાના બાળકો પણ શિક્ષણ મેળવે તે અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તાલુકા શાળા ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારના બાળકો માટે પણ શાળાઓ કાર્યરત છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બલોલિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં ભીમનાથ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તથા પોલારપુર પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ તકે એસ.પી. એ બાળકો સાથે પોતાના નાનપણના કિસ્સા વાગોળ્યા હતા મહાનુભાવોના હસ્તે પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તથા સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનારા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
મહોત્સવ પ્રસંગે શાળાઓને સુશોભિત કરવામાં આવી હતી પ્રથમ દિવસે ભૂલકાઓની કિલકારીથી શાળાનું સંકુલ ગુંજી ઉઠ્યું હતું બાળકો સાથે તેમના વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.