લાઠી તાલુકાના ધ્રુફણીયા મતીરાળા કાચરડી શાળા પ્રવેશોત્સવ માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા - At This Time

લાઠી તાલુકાના ધ્રુફણીયા મતીરાળા કાચરડી શાળા પ્રવેશોત્સવ માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા


લાઠી તાલુકા ના ધ્રુફણીયા અને મતીરાળા કાચરડી સહિત ના ગ્રામ્ય માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય  જનકભાઈ તળાવીયા ભરતભાઈ સુતરિયા આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર તાલુકા પંચાયત ના સદસ્ય હિંમતભાઈ રાઠોડ એવમ આચાર્ય શ્રી શિક્ષક શ્રી કેળવણી રત્નો સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ માં પ્રવેશ પાત્ર ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં કાંચરડી ધ્રુફણીયા અને મતીરાળા ગામે પ્રાથમિક શાળા ઓ ખાતે નાની બાળા ઓ દ્વારા મહાનુભવો ના સામૈયા સત્કાર સાથે ભવ્ય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના અથાગ સફળ પ્રયાસો ઉપરાંત વિવિધ યોજનાઓ થકી ગુણવત્તામાં સુધારો થયો છે અને શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મળી છે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩ ની ઉજવણી સમગ્ર ગુજરાત હરખભેર કરવામાં આવી છે ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૨૨-૨૩  ગુજરાતનો શિક્ષા મહોત્સવ સાબિત થયો છે અને ભાલકાંઓ ઉમંગ ઉલ્લાસ થી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે આ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો તેમજ મતીરાળા ગામે મતીરાળા જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ સુતરીયા દ્વારા જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી શાળાને ડિજિટલ બોર્ડ અર્પણ કરી તેનું ઓપનીંગ કરવામાં આવ્યું. ત્રિદિવસીય શાળા પ્રવશોત્સવમાં કાર્યક્રમના રૂટ અધિકારી શ્રી ઓ સ્થાનિક અગ્રણી ઓ શાળા પરિવાર સ્ટાફ  આંગણવાડી વર્કર હેલ્પર બહેનો વાલી ઓ અને વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.