વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદના ૧૮ જેટલાં મનો દિવ્યાંગ બાળકો અને હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી - At This Time

વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદના ૧૮ જેટલાં મનો દિવ્યાંગ બાળકો અને હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી


વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદના ૧૮ જેટલાં મનો દિવ્યાંગ બાળકો અને હોદ્દેદારોએ અધિક જિલ્લા કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી

વિવિધ વિભાગોમાં થતી કામગીરીથી મનો દિવ્યાંગ બાળકોને કરાયાં માહિતગાર

માહિતી બ્યુરો, બોટાદ :- દિવ્યાંગ વ્યક્તિને દયાની નહી પરંતું પ્રેમ અને હૂંફની જરૂર છે. દિવ્યાંગ વ્યક્તિ પણ સામાન્ય માનવી જેમ સમાજમાં સરળ અને સહજ રીતે જીવન જીવવાનો હક ધરાવે છે. ત્યારે આજે તા.૩ જી ડિેસેમ્બર,૨૦૨૨ ને શનિવારના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદના ૧૮ જેટલાં મનો દિવ્યાંગ બાળકો અને હોદ્દેદારોએ બોટાદ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા કલેકટરશ્રી મુકેશ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઇ બલોલિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદના પ્રમુખશ્રી પ્રકાશ ભીમાણીએ તેમની સંસ્થાની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી પુરી પાડતાં આસ્થા ટ્રસ્ટની કામગીરીને અધિક કલેક્ટરશ્રીએ બિરદાવી હતી. તેમજ અધિક જિલ્લા કલેકટરશ્રી મુકેશ પરમારે મનો દિવ્યાંગ બાળકો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને પ્રોત્સાહિત કર્યા હતાં.

મનો દિવ્યાંગ બાળકો અને હોદ્દેદારોએ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા કચેરી, જિલ્લા માહિતી કચેરી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત અને જિલ્લા ન્યાયાલયની પણ મુલાકાત લીધી આ વેળાએ ઇન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતી વસંતબેન બગડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઇ ડવ સહિત જિલ્લા બાળ સુરક્ષા કચેરીના શ્રી ગોરધનભાઇ મેર અને શ્રી જીતુભાઇએ મનો દિવ્યાંગ બાળકોને વિવિધ વિભાગોમાં થતી કામગીરીથી માહિતગાર કર્યાં હતાં.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.