અરવલ્લીના ભેરુંડા માં પોલિંગ બૂથ રંગોળી સહિત રંગબેરંગી સુશોભન સાથે મોડેલ મતદાનમથક તૈયાર કરવામાં આવ્યું. - At This Time

અરવલ્લીના ભેરુંડા માં પોલિંગ બૂથ રંગોળી સહિત રંગબેરંગી સુશોભન સાથે મોડેલ મતદાનમથક તૈયાર કરવામાં આવ્યું.


લોકશાહીના અવસરસમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ના બીજા તબક્કાનું મતદાન ૫ તારીખે યોજવા જઈ રહ્યું છે. જેમાં ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ બનાવાયેલા નવીન પ્રકારના બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

મોડાસા વિધાનસભા બેઠકના ભેરૂંડા ગામ ખાતે તૈયાર મોડેલ મતદાન મથક ખાતે મંડપ બાંધીને મતદારો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ત્રી-પુરુષ માટે અલગથી વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો. મેડિકલ હેલ્થ માટે ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં મતદારોને બી.પી. અને ડાયાબીટીસ સહિતના ચેકઅપ કરી આપવામાં આવ્યા હતા. સ્ત્રી-પુરુષના જુદાં-જુદાં ટોયલેટ તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ સુશોભીત મતદાર સહાયતા કેન્દ્ર દ્વારા મહત્તમ પ્રમાણમાં મતદારો મતદાન કરે, તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

મતદાન મથકને વિવિધ રંગોથી સજાવવામાં આવ્યું હતું. તેમજ મતદાન મથક ઉપર ચૂંટણી અને લોકશાહી પ્રત્યે લોકોની રૂચિ વધે અને લોકોમાં ઉત્સાહપૂર્વક મતદાનમાં રસ લેતા થાય તેવા પોસ્ટર
અને બેનર લગાડવામાં આવ્યા હતા. આમ, મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon