સુરેન્દ્રનગરના STP પ્લાન્ટના ગંદા પાણી છ શૈક્ષિણક સંકુલ સુધી પહોંચ્યા.
વઢવાણ મૂળચંદ રોડ પર પાણીના શુદ્ધિ કરણનો પ્લાન્ટ આવેલો છે ત્યારે આ પ્લાન્ટમાંથી છોડાતા ગંદા અને દૂષિત પાણી અંદાજે છ થી શૈક્ષણિક છાત્રાલયો આજુબાજુ ફેલાતા વિદ્યાર્થીઓમાં રોગચાળાનો ભય ફેલાયો છે આ ગંદા પાણીથી વિસ્તારના રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઉઠી છે ગંદા પાણીને વઢવાણ મૂળચંદ રોડ પર આવેલા એસટીપી પ્લાન્ટમાં ભૂર્ગભ ગટર દ્વારા લાવવામાં આવે છે ત્યાર બાદ તેના ડહોળા અને ગંદા પાણીનો નિકાલ ખુલ્લી જગ્યાઓમાં કરવામાં આવી રહ્યા છે આ પાણી શૈક્ષણિક છાત્રાલયો, સંકુલોની આજુબાજુ ફરી વાળતા મચ્છરો, જીવજંતુઓ વધી રહ્યા છે બીજી તરફ વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર રેસિડન્ટ કોલેજ પોલિટેકનિકલ, સરસ્વતી વિદ્યાલય સંકુલ, લેઉવા પટેલ શિક્ષણ સંકુલ તેમજ સરિત પ્રાથમિક શાળા, સિધ્ધાર્થ કેળવણી શાળા, મોંઘીબેન ક્ધયા છાત્રાલય સહિત છ થી વધુ શૈક્ષણિક છાત્રાલયો આવેલી છે આ ઉપરાંત ગંદકી અને તીવ્ર દુર્ગંધથી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓને રોગચાળાનો ભય ફેલાયો છે આ અંગે રહીશોએ જણાવ્યું કે આવા પાણી છેલ્લા બે વર્ષથી છોડવામાં આવે છે પરંતુ ભૂંગળા નાંખીને જો આવા પાણીનો નિકાલ થાય તો લોકોના આરોગ્યનું જોખમ અટકે પ્લાન્ટથી અંદાજે 2 કિમી સુધી ખૂલ્લી જગ્યામાં કરવામાં આવતા આવા દૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.