પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ભારતનાં જીવદયા, ગૌસેવા જગતની અપેક્ષાઓ વ્યક્ત કરતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ભારતનાં જીવદયા, ગૌસેવા જગતની અપેક્ષાઓ વ્યક્ત કરતાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઇ શાહ
ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ભારતનાં જીવદયા, ગૌસેવા જગતની અપેક્ષાઓ વ્યક્ત કરી છે. ગિરીશભાઈએ પોતાની રજૂઆતોમાં જણાવ્યું છે કે, ‘પવિત્ર ભારત દેશમાંથી માંસની નિકાસ સંપૂર્ણપણે બંધ થવી જોઈએ, ગાય માતાને રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવી જોઈએ, તમામ પ્રકારની પશુ, પ્રાણી હત્યાનાં સરકાર પ્રાયોજિત પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ જળ શક્તિ મંત્રાલય છે, તેવી જ રીતે ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ મંત્રાલય હોવું જોઈએ અને તમામ ૬-૫૦ લાખ ગામડાઓની ગૌચર જમીનનો વિકાસ થવો જોઈએ, એક વ્યક્તિ દીઠ એક દેશી વૃક્ષ અભિયાન હેઠળ, ૧૪૦ કરોડ દેશી વૃક્ષોનું વાવેતર અને પ્રચાર કરવો જોઈએ, જેમાં વડ, પીપળ, લીમડો, કેરી, આમલી, જામુન, ઉંબરો વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે, ત્યજી દેવાયેલા પશુધનને સરકારી અનુદાન મળવું જોઈએ, વડાપ્રધાનના આવાસ પર ગાય માતા રહે છે. તેવી જ રીતે ભારતમાં દરેક પરિવારનાં આંગણે એક ગાય રાખવાની જોગવાઈ કરવી જોઈએ અને કોઈપણ સરકારી તંત્રએ પરિવારને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.’
અત્રે ઉલેખ્ખનીય છે કે નરેન્દ્રભાઈ મોદી પોતે પણ શુદ્ધ શાકાહારી છે. G20 સમ્મિટ દરમિયાન પણ તેમણે દેશ – વિદેશથી આવેલા મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસીને ભારતીય સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદી નવરાત્રિ દરમિયાન પણ ઉપવાસ કરે છે. હાલમાં જ મકરસંક્રાંતિનાં સમય દરમિયાન તેમના નિવાસ સ્થાન પર રહેલી ગૌમાતાઓને ઘાસ ચારો પીરસતા જોવામાં આવ્યા હતા.સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.